તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારા-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ : ઝાલોદમાં મહેશ  ભુરિયાને ટીકીટ મળ્યા બાદ ભાજપના  કાર્યકરોએ રાજીનામા મુકી દીધા બાદ રવીવારે અમદાવાદ ખાતે કોંગ્રેસમાં જોડાઇ જતાં ઝાલોદ ભાજપમાં રાજકિય ભુકંપ સર્જાયો હતો. આ સાથે બાબુભાઇના પૂત્ર ભાવેશ કોંગ્રેસના ઉમેદવાર હોવાની ચર્ચાએ પણ જોર પડક્યું હતું પરંતું તેને મોડી રાત સુધી સમર્થન મળ્યું ન હતું. ઝાલોદ વિધાન સભા બેઠક માટે મહેશભાઇ ભુરિયાને ટીકીટ આપ્યા બાદથી જ ઝાલોદમાં રાજકારણ ગરમાયું હતું. તેના પગલે ભાજપના પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા સહિતના 29 લોકોએ રાજીનામા ધરી દીધા હતાં.

 

ભાવેશ કટારા કોંગ્રેસના ઉમેદવાર હોવા અંગે જોરશોરથી ચર્ચા

 

આ ડેમેજને કંટ્રોલ કરાય તે પહેલાં જ  2012માં ભાજપ તરફથી ચુંટણી લડી ચૂકેલા બી.ડી વાઘેલા સહિતના કાર્યકરોએ પણ રાજીનામા મુકી દેતાં ઝાલોદ ભાજપમાં મોટો ભડકો થઇ ગયો હતો. કોંગ્રેસ દ્વારા ટીકીટોની જાહેરાત કરી ન હતી ત્યારે રવીવારે  બાબુભાઇ કટારા, તેમના પૂત્ર ભાવેશ કટારાસહિતના ટેકેદારો અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ કાર્યલય ખાતે ધસી ગયા હતા. ત્યાં મોડી રાત્રે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતાં આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. બી.ડી વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઇ ગયા હોવાના અહેવાલ મળ્યા હતાં. આ સાથે ઝાલોદમાં કોંગ્રેસની ટીકીટ પણ બાબુભાઇના પૂત્ર ભાવેશ કટારાને જ મળશે તેવી પણ એક વાત વહેતી થઇ હતી. જોકે, મોડી રાત સુધી આ વાતને કોઇ સમર્થન મળ્યું ન હતું.

 

આદિવાસી સમાજના હિત માટે કોંગ્રેસમાં જોડાયો


આદિવાસીના ખોટા દાખલા આપ્યા છે તેનાથી આદિવાસી સમાજ નારાજ છે. આદિવાસી સમાજના હિત માટે હું ભાજપ છોડીને કોંગ્રેસમાં મારા કાર્યકરો સાથે જોડાયો છું- બાબુભાઇ કટારા, પૂર્વ સાંસદ

અન્ય સમાચારો પણ છે...