તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં આંગણવાડી બહેનોનું આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ભારતભરમાં આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર દ્વારા 10 જુલાઇના દિવસે  માંગણી દિવસ જાહેર કર્યો હતો. જેને અનુલક્ષીને ગોધરામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા તેઓના વિવિધ પ્રશ્નોની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

 ભારતભરમાં આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર દ્વારા 10 જુલાઇના રોજ તથા લોકસભાની ચુટણી દરમ્યાન આંગણવાડી બહેનોનો પગાર વધારો તથા લાભો આપવાના અપાયેલા વચનોની યાદમાં આજરોજ માંગણી દિવસ ઉજવવામાં આવી રહેલ છે જેમા તમામ જીલ્લા મથકોએ આવેદન પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેને અનુલક્ષીને ગોધરામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ માંગણીઓ જેવી કે કમર્ચારીઓને કાયમ કરવા,આંગણવાડી કેન્દ્વોનું સીધુ કે આડકતરી રીતે ખાનગી કરણ બંધ કરવુ,લધુત્તમ વેતન 18000/- આપવુ,પેન્સન,ગ્રેજ્યુટી સહિતના લાભો આપવા,આઇ.સી.ડી.એસ. સિવાયની વધારાની કામગીરી લેવાનું બંધ કરવુ.સહિતના વિવિધ પ્રશ્નો તથા માંગ સાથે સંગઠનના પ્રમુખ શકુન્તલાબેન ચૌહાણની આગેવાનીમાં  કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...