તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ: અકસ્માતમાં ઘાયલ ગર્ભવતિ મહિલા કોન્સ્ટેબલનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે ઉપર ગત રવીવારે મોપેડ સ્લીપ થવાને કારણે ઘાયલ થયેલા ઝાલોદમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવાર સહિત પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે સુખસર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ફતેપુરાતાલુકાના હડમતની અને ઝાલોદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં 30 વર્ષિય ઉર્મિલાબહેન તાજસિંગભાઇ ડિડોર રવીવારે સાંજે ફરજ ઉપરથી છુટીને દિયર અર્પણની એક્ટિવા પર બેસીને સાંજના સમયે ઘરે જઇ રહ્યા હતાં. તે વખતે સામેથી કોઇ વાહનની લાઇટને કારણે અર્પણભાઇ અંજાઇ જઇ રસ્તાની સાઇડે લઇને અચાનક બ્રેક મારી હતી. તેના કારણે મોપેડ સ્લીપ થતાં રસ્તા પર પટકાયેલા ઉર્મિલાના માથામાં અને જમણા પગે ગંભીર ઇજા થઇ હતી. ઘાયલને ઝાલોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખેસડ્યા હતાં. સારવાર દરમિયાન તેનું મોત થતાં તેમના પરિવાર સાથે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તેમના પેટમાં પાંચ માસનો ગર્ભ હતો. હડમત ગામના વાલસિંગભાઇ ચારેલની ફરિયાદના આધારે સુખસર પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો