તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરા BOB ના ATMમાંથી હજારની 7 નોટ ફાટેલી નીકળી, બેન્કનો નોટો બદલવાનો નનૈયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એટીએમમાંથી રૂ.10,000 ઉપાડવામાં આવ્યા હતા,નોટો બદલી ન અપાતાં હેડ ઓફિસમાં ફરિયાદ
ફતેપુરા : ફતેપુરા નગરમાં આવેલ BOB બેન્કના ATMમાંથી ગ્રાહક રૂપિયા ઉપાડવા જતા ફાટેલી નોટો નીકળી હતી. ફતેપુરાની BOBમાં ફરિયાદ કરવા છતાં સત્તાધિશોએ નોટ ન બદલતાં હેડ ઓફિસમાં ફરિયાદ કરી છે.

ફતેપુરાના પોલીસ લાઇન રોડ પર બેન્ક ઓફ બરોડાના ATMમાં વહેલી સવારે સલરા સબુરભાઇ ડામોર રૂપિયા ઉપાડવા ગયો હતો. ATMમાંથી તેણે દશ હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જેમાં હજાર હજારની દશ નોટો બહાર આવી હતી. આ નોટોમાંથી રૂપિયા હજારની સાત નોટો સાવ ફાટેલી, ઉધઇ ખાધેલી, સંપૂર્ણ પણે ચલણમાં ન લઇ શકાય તેવી આવતાં તેને કુતૂહલ થયું હતું. નોટો સ્થાનિકોને બતાવી ફતેપુરાની BOBની શાખામાં તે બદલાવવા ગયો હતો. બેંકના સત્તાધિશોએ નોટો ન બદલી આપતાં હેડ ઓફિસ ગોધરાને ફરિયાદ કરી હતી.

નોટ ન બદલતાં હેડ ઓફિસને જાણ કરી
ફતેપુરા BOBના ATMમાંથી મેં દશ હજાર ઉપાડ્યા હતા. જેમાં હજારની નોટોમાંથી 7 નોટો ફાટેલી નીકળી છે. જે બદલાવવા હું ફતેપુરા બ્રાન્ચમાં ગયો હતો. કેશિયરને ફાટેલી નોટો તેમજ વિડ્રોલની પાવતી પણ બતાવી હતી. છતાં બદલી ન આપી. મેનેજરે પણ 10 દિવસ બાદ આવવા જણાવતાં મેં હેડ ઓફિસમાં જાણ કરી છે. - સબુરભાઇ ડામોર ,ગ્રાહક
તપાસ બાદ નોટો બદલી અપાશે
મારી પાસે ફાટેલી નોટો ATMમાં નીકળી હોવાની ફરિયાદ આપી છે. ATMમાં CCTV કેમેરા, નોટોની સિરિઝ, સિક્યુરિટીની પૂછપરછ કરી નોટો ATMમાંથી જ નીકળી છે કે તેમ તેની તપાસ કર્યા બાદ જ બદલી અપાશે. - આશુતોષ આનંદ, બ્રાન્ચ મેનેજર, ફતેપુરા BOB
અન્ય સમાચારો પણ છે...