તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ: દોડતી કારમાંથી ધુમાડા નીકળ્યા, અચાનક આગ ફાટી નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ-લીમખેડા હાઇવે ઉપર કંબોઇ ગામે દોડતી કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ તેમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગમાં આખી કાર ખાક થઇ ગઇ હતી. લાશ્કરોએ ઘટના સ્થળે જઇને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શોર્ટસર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોધરાના રહેવાસી વીનોદકુમાર ખેમચંદ પદવાણી પોતાની જીજે-6-ઇડી-2004 નંબરની સેર્વોલેટ કાર લઇને ગોધરાથી દાહોદ તરફ આવી રહ્યા હતાં. ત્યારે સાંજના ચાર વાગ્યાના અરસામાં દોડી રહેલી તેમની કારમાં એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતાં. કંબોઇ ગામે કાર રોકીને તેમાં સવાર તમામ લોકો બહાર નીકળતાં વેંત જ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી વીનોદકુમાર સહિતના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. ઝડપથી ફેલાયેલી આગે આખી કારને લપેટમાં લઇ લીધી હતી.આ ઘટનાની જાણ થતાં દાહોદથી કંબોઇ પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગની આ ઘટના કારમાં થયેલા કોઇ શોર્ટસર્કિટને કારણે બની હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો