Home » Madhya Gujarat » Latest News » Dahod » dirt in jaysinh's Chhab Lake in Dahod

વર્લ્ડ હેરિટેજ વીક: દાહોદમાં જયસિંહનાં છાબ તળાવમાં નફ્ફટ વેલોનું સામ્રાજ્ય

Divyabhaskar.com | Updated - Nov 23, 2018, 01:58 AM

કિવદંતી અનુસાર માત્ર એક જ રાતમાં છાબ તળાવનું નિર્માણ કરાવેલું

 • dirt in jaysinh's Chhab Lake in Dahod
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જયસિંહનાં છાબ તળાવમાં વેલો

  સચિન દેસાઈ,દાહોદ: 1972થી સતત દર વર્ષે 19નવેમ્બરથી 25 નવેમ્બર સુધીના સપ્તાહ દરમ્યાન’ વિશ્વ ધરોહર સપ્તાહ’ એટલે કે’વર્લ્ડ હેરિટેજ વીક’ની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આશરે 1000 વર્ષનો ઇતિહાસ ધરાવતા દાહોદ ખાતે પણ બાવકા શિવ મંદિર, છાબ તળાવ,દુધીમતી નદી, ગઢીનો કિલ્લો, વાવ સહિત અનેક સ્થાપત્યો જાળવણીના અભાવે જીર્ણશીર્ણ હાલતમાં છે. ે શરૂઆતથી જ પ્રવર્તતી પાણીની ઘેરી સમસ્યાને કારણે જ સિદ્ધરાજ જયસિંહે છાબ તળાવનું નિર્માણ કરાવેલું.આ સાથે દાહોદ શહેરમાં આવેલી ત્રણ વાવ હજુય સ્થાનિકોને પાણીની રાહત આપી શકે તેમ હોવા છતાંય ઉપેક્ષિત રાખવાને લઈને સાવ બિસ્માર હાલતમાં આવી જવા પામી છે.

  ગઢીનો કિલ્લો સરકારી કચેરીમાં ફેરવાયો


  ઈ.સ. 1618માં દાહોદમાં જન્મેલા મોગલ શાસક ઔરંગઝેબે પોતાના જન્મસ્થળની સ્મૃતિમાં1678માં દાહોદમાં ગઢીનો કિલ્લો અને એક મસ્જિદનું નિર્માણ કરાવેલું.આ કિલ્લો હાલ સરકારી કચેરીઓમાં ફેરવાઇ ગયો છે. કિલ્લામાં બેરોકટોક ગંદકી અને પીચકારીઓ મારવામાં આવી રહી છે.


  છાબ તળાવ સામે અમી દ્રષ્ટિ જરૂરી


  દાહોદ ખાતે ૮૬૯ વર્ષ પૂર્વે સંવત: 1093 અર્થાત ઇ.સ. 1149માં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર ચઢાઈ કરવા જતી વેળાએ, કિવદંતી અનુસાર માત્ર એક જ રાતમાં છાબ તળાવનું નિર્માણ કરાવેલું. આ તળાવ હાલ કાંજીથી ઘેરાઇ રહ્યું છે. તેની સામે અમી દ્રષ્ટિ જરૂરી બની છે.


  દરગાહ પાસેની વાવ 16મી સદીમાં બની


  દાહોદના ઇન્દોર હાઇવે નજીક દરગાહ પાસે આશરે 400વર્ષ જૂની મહેમૂદ શાહની વાવ છે.હાલમાં થોડી ઓછી લંબાઈ ધરાવતી આ વાવ, જે તે સમયે આશરે 35મીટર લાંબી હોવાનું મનાય છે. આ વાવની આસપાસ કલાત્મક પ્રતિમાઓનું સ્થાપન પણ થયું હતું તેવા અવશેષો વખતોવખત મળી આવે છે. લગભગ 16 મી સદીમાં બનેલી આ વાવની પાસે પ્રાપ્ત અવશેષો થકી અત્રે સાથે જ એક ચબુતરાનું નિર્માણ પણ થયું હોવાનો પણ નિષ્ણાતોનો મત છે.

  વધુ માહિતી માટે આગળ વાંચો...બાવાની વાવ 28 મીટર લંબાઇ ધરાવે છે

 • dirt in jaysinh's Chhab Lake in Dahod
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બાવાની વાવ 28 મીટર લંબાઇ ધરાવે છે

  બાવાની વાવ 28 મીટર લંબાઇ ધરાવે છે

   

  પડાવ વિસ્તારમાં ભરતદાસ મહારાજના હનુમાન મંદિર પરિસરમાંઆશરે 300 વર્ષ અગાઉ 17મી સદીમાં બનેલી ‘બાવાની વાવ’છે. જે 28મીટર લંબાઈ ધરાવે છે તો તેના છેડે14મીટર ઉંડો કૂવો છે. વાયકા અનુસાર જે તે સમયે દાહોદમાં સૌથી વધુ વપરાશમાં આવતી વાવ બાવાની વાવ ગણાતી હતી.

   

   

  વધુ માહિતી માટે આગળ વાંચો...18મી સદીમાં બનેલી વાવ બે માળ ધરાવે છે

   

 • dirt in jaysinh's Chhab Lake in Dahod
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  18મી સદીમાં બનેલી વાવ બે માળ ધરાવે છે

  18મી સદીમાં બનેલી વાવ બે માળ ધરાવે છે

   

  પડાવમાં દૂધીમતી નદીના તટે આવેલ હરિવાટિકા પાર્ટીપ્લોટ પરિસરમાં 18મી સદીમાં બનેલી વાવ બે માળ ધરાવે છે. તેના છેડે બનેલ 4 મીટરનો પરિઘ ધરાવતા એક કૂવાથી લઈ અંત સુધી આ વાવ કુલ ૧૬ મીટરની લાંબી ધરાવે છે. હિંદુ સ્થાપત્ય કાળના લગભગ અંતિમ ચરણમાં આ વાવ બની હતી.

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... સિદ્ધરાજ જયસિંહના સમયની વાવ

   

 • dirt in jaysinh's Chhab Lake in Dahod
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સિદ્ધરાજ જયસિંહના સમયની વાવ

  સિદ્ધરાજ જયસિંહના સમયની વાવ

  દાહોદના ગોધરા રોડ ખાતે ભરવાડવાસની સામે 1000વર્ષ જૂની અને હવે લગભગ નામશેષ હાલતમાં આવી ચુકેલી’દેસાઈની વાવ’તરીકે ઓળખાતી વાવ, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયની મનાય છે.દાહોદના મોઈઝ હરરવાલાએ અત્રે બાંધકામ આદર્યું ત્યારે આ વાવ જોવાતા તેમાં સ્વખર્ચે ખોદકામ કરાવી હાલમાં વાવને ખુલ્લી મુકવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... હનુમાન બજારમાં ખોદકામ વેળા વાવ જોવામાં આવી

   

 • dirt in jaysinh's Chhab Lake in Dahod
  હનુમાન બજારમાં ખોદકામ વેળા વાવ જોવામાં આવી

  હનુમાન બજારમાં ખોદકામ વેળા વાવ જોવામાં આવી

   

  હનુમાન બજારમાં પણ ત્રણેક વર્ષ પૂર્વે ખોદકામ દરમ્યાન એક વાવ જોવાતા તેને વ્યવસ્થિત સફાઈ બાદ ખુલ્લી કરવામાં આવી છે.

   

  દાહોદની તમામ વાવો નંદા પ્રકારની છે


  એકમુખી અને લગભગ 3 ફૂટની નંદા વાવ,બે મુખી અને લગભગ 6 ફૂટની ભદ્રા વાવ,ત્રણ મુખી અને 9 ફૂટવાળી જયા વાવ અને ચૌમુખી અને 12 ફૂટની વિજયા વાવ તરીકે ઓળખાય છે.દાહોદની વાવો નંદા પ્રકારની છે.- ડો.અનિરુધ્ધ શર્મા,વાવ ઉપર ડોકટરેટ કરનાર

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ