દાહોદમાં નકલી દારૂ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઇ, 100માં બનતી RSની બોટલ હોલસેલમાં 800 અને રીટેલમાં 1200માં વેચાય છે

Bhaskar News

Bhaskar News

Nov 03, 2018, 12:31 AM IST
દારૂની બ્રાન્ડના લેબલ દારૂ બનાવતાં પકડાયેલા બે યુવક
દારૂની બ્રાન્ડના લેબલ દારૂ બનાવતાં પકડાયેલા બે યુવક
10 લાખની કિંમતનો નકલી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો
10 લાખની કિંમતનો નકલી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો
ખાતરપુરના મુવાડાથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
ખાતરપુરના મુવાડાથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ

- ભંગારમાંથી લાવી બોટલોનો ધોઇને ઉપયોગ કરાતો હતો

- 40 લિટર ROના પાણીમાં 1 લિટર ઇથોનોલ આલ્કોહોલ

- કલર કોમ્બિનેશન માટે 200 લિ.પાણીમાં 3 ગ્રામ પાઉડર

- સ્વાદ માટે માટે સફરજનના જ્યુસનો ઉપયોગ કરાતો

સુખસર: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાતપુરના મુવાડા ગામે ભાભોર ફળિયામાં રહેતા અલ્પેશ દલસીંગભાઇ વસુનિયા તથા વિરજીભાઇ કોયાભાઇ ડામોર ભેગા મળી બહારથી માણસો લાવી પોતાના રહેણાંક મકાનોમાં તેમજ નજીકમાં રહેતા તેઓના સગા સંબંધીઓના મકાનોમાં દારૂ બનાવતાં હોવાની એસ.પી હિતેશ જોયસરને મળેલી બાતમીના આધારે એલીસીબી અને એસઓજીએ પરોઢે છાપો માર્યો હતો. પોલીસે કૈલાશભાઇ શ્રીરામ ગુર્જર રહે. પાટન, તા.આસીન, જિ.ભીલવાડા (રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.


આ સાથે પાટડીયાના સુરેશભાઇ રામસીંગભાઇ સંગાડાને પણ પકડીને તેના ઘરે ઉતારેલી ખાલી બોટલોનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. આમ અલ્પેશભાઇ વસુનિયા તથા વિરજીભાઇ ડામોરના મકાનમાંથી કલર, એસેન્સ, પાણી, સ્પીરીટ ,દારૂ ભરવાની કાંચની બોટલો, લેબલો તથા બોક્ષ કબજે કરાયા હતાં. રોકડ રકમ 53530 રૂપિયા પણ જપ્ત કરાયા હતાં. ઘરમાં સંગ્રહી રાખવામાં આવેલો 6,38,000 રૂપિયાનો નકલી દારૂ પણ મળ્યો હતો. મોટર સાયકલ, સ્કોર્પીયો વિગેરે મળી કુલ રૂપિયા 21,21060નો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યોહતો. એલસીબીના પી.એસ.આઇ. પી.બી.જાદવની ફરિયાદના આધારે અલ્પેશભાઇ વસુનિયા, વિરજીભાઇ ડામોર બન્ને રહે. ખાતપુરના મુવાડા, નારસીંગભાઇ ઉર્ફે ભરતભાઇ વસુનિયા ખાતપુરના મુવાડા, પાટનના કૈલાશભાઇ ગુર્જર અને સુરેશભાઇ સંગાડા રહે. પાટડીયા તા.ફતેપુરાની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કૈલાશ ગુર્જર તથા સુરેશ સંગાડાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.


સપ્તાહ પહેલાં જ શરૂઆત કરાઇ


ખાતરપુરના મુવાડામાં નકલી દારૂ બનાવવા માટેની પૂર્વ તૈયારીઓ પાછળા ઘણા દિવસોથી ચાલી રહી હતી. જોકે, દારૂ બનાવવાનું ચાર દિવસ પહેલાં જ શરૂ કરાયું હોવાનું પકડાયેલા યુવકોએ જણાવ્યું હતું. યુવકો અનુસાર આ દારૂ અત્યાર સુધી કોઇ પણ સ્થળે સપ્લાય કરવામાં આવ્યો નથી. જોકે, આ મામલે પણ તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે આગળ વાંચો... નિષ્ણાતો પાસેથી કામગીરી કરાવાતી

X
દારૂની બ્રાન્ડના લેબલ દારૂ બનાવતાં પકડાયેલા બે યુવકદારૂની બ્રાન્ડના લેબલ દારૂ બનાવતાં પકડાયેલા બે યુવક
10 લાખની કિંમતનો નકલી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો10 લાખની કિંમતનો નકલી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો
ખાતરપુરના મુવાડાથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇખાતરપુરના મુવાડાથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી