ઝાલોદ પંથકમાં ઉકળાટ બાદ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું

Bhaskar News. Dahod | Updated - Nov 22, 2018, 02:11 AM
Cloudy rain with thunderstorms in the Zalod diocese

દાહોદ: દાહોદ શહેર અને જિલ્લામાં ખાતે બુધવારે બપોર બાદ વાતાવરણ અચાનક જ વાદળછાયું થઇ જવા પામ્યું હતું. બાદમાં સાંજના સમયે ઝાલોદ તાલુકાના છ ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અસહ્ય ગરમી વેઠતા લોકોને રાહતકારી નીવડ્યું છે.

લીમડી,પીપળીયા,ડુંગરી,મુણધા,બિલવાણી,આંબા ભીંજાયું

દાહોદ જિલ્લાનું વાતાવરણ અત્યારે ચાલતી બેવડી ઋતુ મુજબ બપોરે ઉષ્ણ થઇ જતા તાપમાનનો પારો 35 સે.ગ્રે. ડિગ્રી થઇ જવા પામ્યો હતો. બાદમાં બપોરે 3 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર દાહોદ શહેર અને જિલ્લાનું વાતાવરણ વાદળછાયું થઇ ગયું હતું. જો કે આ વાતાવરણથી દાહોદ શહેરમાં અસહ્ય ઉકળાટ નોંધાયો હતો. ઝાલોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીમડી, પીપળીયા, ડુંગરી, મુણધા, બિલવાણી, આંબા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાં સ્વરૂપે વરસેલા વરસાદ શિયાળુ પાક કાજે આશીર્વાદરૂપ નીવડશે તેવો અનેક ખેડૂતોએ મત દર્શાવ્યો હતો. સાવ અચાનક જ સર્જાયેલા માવઠાંને કારણે આગામી દિવસોમાં શીત લહેર આવે તેવી પણ સંભાવનાઓ હોવાનું અનેક તજજ્ઞોએ જણાવ્યું હતું.

શિયાળુ પાક માટે આ વરસાદ લાભકારક


ઘઉં-ચણા જેવા શિયાળુ પાકના વાવેતર ટાણે જ વરસેલો આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ઘી સમાન સાબિત થઇ શકે છે. કારણકે આ સમયે પાણી ફેરવવાની જરૂરત ઉભી થાય ત્યારે જ જે તે વિસ્તારમાં પડેલ વરસાદ, ખેતી માટે ફાયદેમંદ જ નીવડશે તેમાં કોઈ બેમત નથી. - ડો રણજીતસિંહ નાયક, જિલ્લા ખેતીવાડી અધિકારી

X
Cloudy rain with thunderstorms in the Zalod diocese
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App