દાહોદના કોલેજિયનોનો ઉમદા અભિગમઃ પસ્તિ વેચીને 67 પરિવારોને અન્નદાન કર્યું

Bhaskar News

Bhaskar News

Nov 11, 2018, 12:24 AM IST
Dahod's collegians donated food on diwali festival

દાહોદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દાહોદની ‘કેશવ-માધવ કોલેજીયન શાખા’ ના યુવાનો દ્વારા ચાલતા અન્નપૂર્ણા અભિયાન હેઠળ સમાજના જે વર્ગને બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા દાહોદના 67 પરિવારોમાં અન્નદાનનો સેવા યજ્ઞ કર્યો હતો. પોતાની દરિદ્રતા, મજબૂરીના લીધે લાચાર તેવા લોકો દિપાવલીનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દાહોદની ‘કેશવ-માધવ કોલેજીયન શાખા’ ના 40 થી વધુ યુવાનો દ્વારા તા. 6થી 28 ઓક્ટોબરના દિવસો દરમ્યાન સંપન્ન થયેલ અભિયાન થકી દાહોદના


800 થી વધુ ઘરોમાંથી 1530 કિલો પસ્તી એકત્ર કરી હતી. ‘આ છે એક મહા અભિયાન, આપો થોડી પસ્તીનું દાન, કોઈની દિવાળી ઉજ્જવળ કરવામાં આપો, આપનું પણ યોગદાન’’ જેવા સુત્ર સાથે એકઠી થયેલી પસ્તી વેચીને રૂ. 17,522 ની આવક કરી હતી. આ રકમમાંથી દાહોદના વિવિધ વિસ્તારોમાંથી પસંદ કરાયેલ જરૂરતમંદ એવા 67 પરિવારોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ અનાજની કીટમાં તહેવારના સમય દરમ્યાન ચાલે તેટલો લોટ, દાળ, ચોખા, તેલ, ખાંડનો સમાવેશ કર્યો હતો.
X
Dahod's collegians donated food on diwali festival
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી