તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં તારા છોકરાને ગાયબ કરી નાખીશ કહી યુવકે માજી કાઉન્સિલર સામે રિવોલ્વર તાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદના દેસાઇવાડામાં ધુળેટી ઉત્સવની ઉજવણીમાં પૂત્રની ટીશર્ટ ફાડી નાખવાના મુદ્દે ઠપકો આપવા ગયેલા માજી કાઉન્સિલર પર એક યુવકે રિવોલ્વર તાકી ગોળી ધરબી દેવાની ધમકી આપતા બનાવ અંગે શહેર પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના દેસાઇવાડ વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર ઉપર ધુળેટીના ઉત્સવની ઉજવણી રાખવામાં આવી હતી. તેમાં ચિત્રકુટ સોસાયટીના રહેવાસી સિદ્ધાર્થ અશેષ દેસાઇએ પર્ણ નીરજ દેસાઇ સાથે નજીવી બાબતે ગાળાગાળી કરી હતી. આ સાથે તેને માર મારીને ટીશર્ટ પણ ફાડી નાખી હતી. આ બાબતે માજી કાઉન્સિલર નીરજ ઉર્ફે ગોપી દેસાઇએ ત્યાં જઇને હોળીના તહેવાર અને સમાજના કાર્યક્રમમાં આવી રીતે કેમ તોફાન કરો છો કહીને સિદ્ધાર્થને ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં આવેલા સિદ્ધાર્થે ગાળો બોલીને પાર્ક કરેલી પોતાની એક્ટિવાની ડેકીમાંથી રિવોલ્વર કાઢીને તુ ભાજપનો નેતા છે તો શું થયું, મારી ગુંડાઓ જોડે ઓળખાણ અને તારો છોકરો ગાંધીનગર રહે છે ત્યાંથી ગાયબ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સાથે રિવોલ્વર નીરજભાઇની છાતી ઉપર તાંકીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આ વખતે વચ્ચે પડેલા સમાજના આગેવાનોએ ઝઘડો શાંત કરાવ્યો હતો. નીરજભાઇની ફરિયાદના આધારે શહેર પોલીસે સિદ્ધાર્થ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

તું ભાજપનો નેતા છે તો શું થયું મારી પણ ગુંડાઓ જોડે ઓળખાણ હોવાનું યુવાને કહ્યું

પૂત્રની ટીશર્ટ ફાડ્યાનો ઠપકો આપવા ગયા હતા : ધમકી આપનાર યુવક સામે ગુનો દાખલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો