શ્રમિકોના નફાનાં નાણાં ફડ મુનશી ચાંઉ કરતાં આક્રોશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ગરીબ અને પછાત વિસ્તારના લોકો ઉનાળાની સિઝનમાં વન્ય પ્રાણીઓના ભય વચ્ચે એવા વિસ્તારોમાં જઈને ટીમરૂના પાન એકઠી કરતા હોય છે. તેઓ જે તે નિગમ દ્વારા નક્કી કરવામાં આવેલા ફડમુન્શી પાસે આ ટીમરૂના પાન જમા કરાવીને સિઝન પૂરતી પૂરક રોજગારી મેળવે છે. આ પાનવન નિગમ ખરીદે છે. પાનના નાણાં જેતે સમયે ચુકવી દેવામાં આવે છે પરંતુ વન નિગમ દ્વારા ખરીદેલા જે ટીમરુના પાનનો નફો થાય તેના પચાસ ટકાનો ભાગ શ્રમિકોને બીજા વર્ષે ચૂકવાતા હોય છે. ત્યારે 2017-18 ની સાલમાં જે ટીમરૂના પાન વીણવામાં આવ્યા હતા અને તેનો નફો નિગમ દ્વારા ગત વર્ષની 2018ના ફડમુન્શી પાસે શ્રમિકો અને માહિતી એકાઉન્ટ મંગાવ્યા હતા પરંતુ આ ફડમુન્શીઓ દ્વારા ખરેખર જેમણે પાન વીણીને વેચ્યા છે તેવા શ્રમિકોના કાર્ડ બનાવવામાં આવ્યા ન હતા. લાગતા વળગતા લોકોના કાર્ડ બનાવી અને તેમના ડોક્યુમેન્ટ બેંકની નકલ વગેરે વન નિગમમાં જમા કરાવીને અમુક જ લોકોના ખાતામાં એક એક સામટી રકમ નફાની રકમ વન નિગમ અને ફડમુન્શીની મિલીભગતથી નાખી દેવામાં આવી હતી. ત્યારે વન નિગમે પણ કોઈપણ જાતની સાચા શ્રમિકો કે ખોટા શ્રમિકો હોવાની ખાત્રી કર્યા વગર જ ટીમરુ પાનના કાર્ડ ઇશ્યુ કરીને કાર્ડ જે તે ખરેખર ટીમરુ પાન વીણીને લાવીને વેચનાર મહિલાઓને આપવાની જગ્યાએ પોતાના લાગતા વળગતા લોકોના નામ પર બનાવી દીધા હતા અને જેનો નફો બીજા વર્ષે આવતો હોય જેથી શ્રમિક લોકોને ખબર જ ના હોય કે ટીમરુના પાનનો નફો ક્યારે આવે છે. ત્યારે ગત વર્ષે આના નફો ફડમુન્શીએ જે તે એકાઉન્ટો પોતાના લાગતા વળગતા લોકોને આપ્યા હતા. તેવા લોકોના ખાતામાં જમા થયો હતો અને એવા લોકો પાસેથી પરબના ઉપાડીને ફડમુન્શીએ લઈ લીધા હોય ત્યારે આવી બૂમો લગભગ ધાનપુર તાલુકા મા ટીમરુ વીણતા અને ટીમરૂના પાન એકઠા કરતા મોટાભાગના ફડમુનસીઓ ની સામે અવાજ ઉઠવા પામ્યા છે .

મને 2 હજાર આપ્યા હતા
 મારા બેંક ખાતામાં 25000 જમા થયા જે ટીમરુ પાનની દુકાન વાળાએ મને કંજેટા ચાલતા બેંક પર જઈને અંગૂઠો મારી અને 20000 અને 5000 એમ બે વાર નાણા ઉપાડ્યા હતી. તે ફડમુનશીએ પાછા લઈ લીધા જેમાંથી મને ફક્ત બે હજાર રૂપિયા આપ્યા હતા બાકીના નાણાં આ ફડમુનશીએ શું કર્યા એ મને ખબર નથી.હીરીબેન પ્રવિણ સંગાડા, પાન વીણનાર

વનવિભાગને લેખિતમાં જાણ કરાઇ
 ગામમાંથી ટીમરૂના પાન વીણનાર શ્રમિકો નફા નાણાં નહીં મળતાં અમને ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો તેમજ લેખિત આપતા અમે આ અંગે ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો છે. વન નિગમ યોગ્ય તપાસ કરીને શ્રમિકોને નાણાં ક્યાં ગયા છે તેની તપાસ કરે તેવી જાણ વનનિગમને લેખિતમાં કરી છે.મોહનભાઇ , સરપંચ ગુમલી