તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીમનળિયામાં ત્રણ ચોરીમાં વોન્ટેડ આમલીનો યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ એલ.સી.બીનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. તે વખતે દાહોદ તાલુકાના નિમનળીયા ગામે રોડ નજીકથી એક યુવકને શંકાના આધારે પકડીને પુછપરછ કરવામાં આવી હતી. આ યુવક રામસીંગ ઉર્ફે રામકાભાઇ નરશુભાઇ પલાસ રહે. આમલી ખજુરીયા ફળિયા હોવાનું જણાઇ આવ્યું હતું. તપાસ કરતાં રામસિંગ અમદાવાદ શહેરના ઓઢ‌વ પો.સ્ટે.માં 457, 380, 114ના ગુનામાં તથા ડાકોર પો.સ્ટે.માં 457, 380ના ગુનામાં અને લીંબાસી પો.સ્ટે. 457, 380, 114ના ગુનામાં પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ 41(1) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી હતી. આ આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતો ફરતો હતો.આ ગેંગના કુલ પાંચ સભ્યો છે તેઓ તમામ સાથે મળી બંધ મકાનની રેકી કરી મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી કિંમતી દરદાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...