તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલિફોનના કેબલનું કામ કરતા બે મજૂરનાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમડી પંથકમાં ભારત નેટ પ્રોજેક્ટમાં ગ્રામ પંચાયતોમાં નેટ કનેક્શન આપવા માટે ટેલિફોન લાઇનમાં મજુર તરીકે કામ કરતાં રાજસ્થાનના શ્યોપુર જિલ્લાના પીછોર ગામના લોકેશકુમાર ધપાભાઇ આદિવાસી અને કદબઇ ગામના હેમરાજ પુરન આદિવાસી સીમલિયા તરફનું કામ પૂર્ણ કરીને આરજે-14-જેક્યુ-5875 નંબરની મોટરસાઇકલ લઇને પોતાના ઘરે જઇ રહ્યા હતાં. તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમની મોટર સાઇકલને લીલવાદેવા ગામે ચાકલિયા પંચાયતની પાસે અડફેટમાં લીધી હતી. અકસ્માત બાદ ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો. પટકાયેલા લોકેશકુમારના માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મોત થયું હતુ જ્યારે દવાખાને ખસેડાયેલા હેમરાજનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે કોન્ટ્રાક્ટર રોહિતભાઇ પ્રવીણચંદ્ર જૈને લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો