દાહોદના નાના બોરીદામાં પ્રેમિકા પર નજર બગાડતા બે મિત્રોએ ગળુ દબાવીને મિત્રની હત્યા કરી નાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાના બોરીદા ગામે ડામોર ફળિયામાં કૂવામાંથી મૃત મળેલા 23 વર્ષિય કલ્પેશભાઈ વિકલાભાઇ ડામોરના મૃતદેહનું બુધવારના રોજ સુખસરના સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ ચાલી રહ્યું હતું. તે વખતે જ તેના સ્વજનો સહિતના લોકોનું મોટુ ટોળુ પોલીસ મથક આગળ એકઠુ થઇને હત્યાનો ગુનો દાખલ કરવાની માગ કરી રહ્યું હતું. ઢીલી તપાસના આક્ષેપ સાથે વિફરેલા લોકોનું ટોળુ એક તબ્બકે ઉશ્કેરાઇ જતાં પોલીસ મથક ઉપર બેફામ પથ્થમારો કરી દીધો હતો. ઘટના પગલે પોલીસ મથક નજીક આવેલા પ્રજાપતિવાસ વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી તેમજ અહીંની તમામ દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં સુખસર પોલીસ મથકના પીએસઆઇ એસ.એન બારિયા સહિતના સ્ટાફે ધસી આવીને લાઠીચાર્જ કરતાં ટોળુ વીખેરાઇ ગયુ હતું. પથ્થમારાને કારણે પોલીસ મથકની બારીઓ સાથે એક મોટો કાંચ પણ તૂટી ગયો હતો. આ ઘટનામાં એક પણ કર્મચારી ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યુ નથી. એલસીબી, એસઓજીની ટીમો સાથે ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી પણ સુખસર દોડી ગયા હતાં. પથ્થમારા મામલે ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ કર્મીઓ શૌચાલયમાં ઘૂસ્યા

રોષે ભરાયેલા ટોળાએ બેફામ પથ્થમારો શરૂ કરતાં પોલીસ મથકમાં હાજર પીએસઓ તેમજ ચારેક મહિલા પોલીસ કર્મચારીઓમાં ભય ફેલાઇ ગયો હતો. હુમલા અંગે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવી હતી. જોકે, પરીસ્થિતિ વધુ વણસતી જોઇને ટોળુ અંદર ઘુસીને કોઇ મોટુ નુકસાન ના કરે તે માટે પોલીસ મથકના દરવાજા બંધ કરી દેવાયા હતાં. કર્મીઓ હુમલાથી બચવા માટે શૌચાલયમાં ઘુસી ગયાનું જાણવા મળ્યુ છે.

2011 થી 2019માં કૂવામાંથી, બિનવારસી 48 લાશ મળી

2011 થી 2019 સુધીમાં 48 જેટલી લાશો કુવાઓ માથી તેમજ બિનવારસી હાલતમાં મળી આવી હતી. એમાંથી ઘણી ઘટનાઓમાં પીએમ બાદ હત્યા થયાનું ખુલ્યું હતું.

ઢીલી તપાસના આક્ષેપ સાથે ટોળા દ્વારા પોલીસ મથક પર પથ્થમારો

નાના બોરિદામાં મિત્રએ ગળુ ભીચીને મોતને ઘાટ ઉતારેલા મૃતક કલ્પેશ ડામોરની તસવીર તથા મિત્રની હત્યા કરનાર હરિશ અને રાકેશ બીજી તસવીરમાં નજરે પડે છે.

રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

પોલીસ મથક ઉપર પથ્થમારો કરવા અંગે ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવાનના મોત મામલે તબીબે આપેલી કોઝ ઓફ ડેથના આધારે બે યુવકો સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. પથ્થરમારા અંગે તપાસ શરૂ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.>બી.વી જાધવ, ડીવાયએસપી, ઝાલોદ

મૃતક કલ્પેશ ડામોર

ભાસ્કર ન્યૂઝ | દાહોદ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા નાના બોરીદા ગામે મિત્રએ મિત્રની પ્રેમિકા ઉપર નજર બગાડ્યા બાદ તેમની વચ્ચે તકરાર થઇ હતી. તેમાં બે મિત્રોએ ભેગા મળીને એક મિત્રની હત્યા કરી દેવાઇ હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો. પોસ્ટ મોર્ટમ બાદ બંને મિત્રો સામે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરી દેવાઇ હતી તે યુવક જ મિત્ર અને તેની પ્રેમિકાને મેળવવા માટે પોતાની ઓરડીએ લઇ ગયો હતો. ત્યાં ડખો થતાં યુવકનું ગળુ ભીચીને હત્યા કરી ઓરડી નજીકના કૂવામાં ફેંકી દેવાયો હતો.

ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે રહેતો હરીશ સામા બામણિયાને પોતાની પ્રેમિકાને મળવાનું હોવાથી તેણે નાના બોરીદા ગામે રહેતાં મિત્ર કલ્પેશ વિકલાભાઇ ડામોરની મદદ લીધી હતી. મંગળવારના રોજ કલ્પેશ, હરીશ, ઘાણીખુંટ ગામમાં રહેતા રાકેશભાઈ મખાભાઈ બામણીયા અને હરીશની પ્રમિકા કલ્પેશ ડામોરની ઓરડી ઉપર ગયા હતાં. થોડો સમય ત્યાં રોકાયા બાદ કલ્પેશે હરીશની પ્રેમિકા ઉપર નજર બગાડી હતી. જેથી તેમની વચ્ચે ડખો થયો હતો. આ વખતે સાંજના 4.30 વાગ્યાના અરસમાં હરીશે કલ્પેશનું ગળુ ભીંચીને હત્યા કરી ...અનુ. પાન. નં. 2

પથ્થમારા મામલે ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

સુખસરના પોલીસ મથક ઉપર પથ્થમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. } લક્ષ્મીકાંત પંચાલ

પોસ્ટ મોર્ટમ બાદ બંને સામે હત્યાનો ગુનો દાખલ

ટોળાએ પોલીસ મથકે એકઠુ થઇ હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરી

કલ્પેશે હરીશની પ્રેમિકા પર નજર બગાડતા હરીશે કલ્પેશનું ગળુ ભીંચીને હત્યા કરી નાખી

રાકેશ, હરીશ અને હરીશની પ્રેમિકા ત્રણેય જણા કલ્પેશ ડામોરની ઓરડી ઉપર ગયા હતા
અન્ય સમાચારો પણ છે...