બે બુટલેગરને પાસા હેઠળ ઝડપી ભુજ-પોરબંદર જેલમાં મોકલાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દારૂબંધીની કડકપણે અમલવારી કરવા તેમજ અસામાજીક પ્રવૃતિ રોકવા માટે બુટલેગરોની અટકાયતી પગલા લેવા સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જેમાં જિલ્લામાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની તેમજ હેરાફેરી પરિવહન કરી મંગાવી પ્રોહીના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓને તેમજ લીસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરી તેમના વિરૂદ્ધ પાસાની તૈયારી કરી કલેક્ટરને મોકલી આપતાં કલેક્ટરે તેની તપાસ કરી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ પુરો પાડનાર દેવગઢ બારિયાના ડબવાનો રહેવાસી લાલા ઉર્ફે મહેશ સવજી રાઠવાને પાસા હેઠળ પોલીસ જાપ્તા સાથે ભુજની જેલમાં મોકલી આપ્યો છે. તથા ઝાલોદ તાલુકાના ગુલતોરાના પ્રતાપ માનસીંગ ડામોરને ગેરકાયદેસર દારૂનો જથ્થો મંગાવવાના કેસોમાં સંડોવાયેલો હોઈ પાસા ધારા હેઠળ મંજુર કરતા તેને પાસા હેઠળ ઝડપી પાડી પોરબંદર જેલ ખાતે મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...