તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેહવધથી દાહોદ સુધીની યાત્રા : સયમની સાથે નામ પણ બદલાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતભરમાં છેલ્લા દાયકામાં વિવિધ કારણોસર20 શહેરના નામ બદલાયા છે. ત્યારે બહુધા દાહોદવાસીઓઓને ખબર જ નહીં હોય કે અત્યારે તેઓ જે શહેર ‘દાહોદ’માં રહે છે તેના પણ આગળ છ વખત નામ બદલાઇ ચૂક્યા છે.

કિવદંતી અનુસાર મહર્ષિ દધિચી અહીં તપ કરતા અને આ સ્થળે જ શસ્ત્ર બનાવવા માટે પોતાના વજ્ર જેવા હાડકા દેવોને દાનવો સામે યુદ્ધ લડવા માટે આપ્યા હતા.અહીં તેમને દેહનો વધ કર્યો એટલે આ સ્થળનું નામ ‘દેહવધ’ થયું હોવાની વાયકા છે.કાળક્રમે દેહવધમાંથી ‘દેવોદ’ અને પછી ‘દાહોદ’ થયું હોવાની માન્યતા છે.તો મહર્ષિ દધીચિની સ્મૃતિમાં જ દધિપુરનગર,દધિપ્રસ્થ કે દધિપદ્ર અને પડ્યું હોવાની પણ વાયકા છે.તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનના માળવા,એમ બેની સરહદે આવેલ હોઈ ‘દો-હદ’ અને બાદમાં તેમાંથી દાહોદ થયાનું પણ મનાય છે. સિદ્ધરાજ જયસિંહના સમયે ગુજરાતનો વહીવટ સરળતાથી ચલાવવા માટે તે સમયે ગુજરાત રાજ્ય જે તે વિસ્તાર મુજબ ‘મંડલ’ કે ‘વિષય’ જેવા વિભાગો દ્વારા વિભાજીત કરવામાં આવ્યું હતું.સિદ્ધરાજના સમયે દાહોદને ‘દધિપદ્ર મંડલ’ અને ગોધરાને ‘ગોદ્રહક મંડલ’ તરીકે ઓળખવામાં આવતા હતા.આ મંડલના વડાને મંડલેશ્વર અને તેનાથી બીજા ક્રમના સ્થાને બિરાજતા અધિકારીને દંડનાયક કહેવાતા. દાહોદમાં તે વખતે સેનાપતિ કેશવ નામે દંડનાયકને દાહોદના મંડલેશ્વર તરીકે સ્થાન આપવામાં આવેલું.દાહોદની દૂધીમતિ નદીની સફાઈ વખતે મળી આવેલ અને હાલમાં દાહોદના હિંદુ સાર્વજનિક સ્મશાનની દીવાલે જડાયેલા સંવત1800 (ઈ.સ.1743)ના મરાઠાકાલીન શિલાલેખોમાં દાહોદનો ઉલ્લેખ ‘દધિપુરનગર’ તરીકે છે.

દાહોદનું નામ આજથી છસ્સો વર્ષ અગાઉ ‘મહેમુદનગર’ પણ પડેલું
ગુજરાતના મુસ્લિમ શાસકો પૈકીના મહેમુદ પહેલો,કે જેબે ગઢ ઉપર વિજય મેળવ્યા બાદ મહેમુદ ‘બેગડો’ કહેવાયો હતો.પાવાગઢ ઉપર વિજય મેળવ્યા બાદ સુલતાન મહેમુદ બેગડાએ ઈ.સ. 1484માં ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી.જેમ ભારતમાં જે તે સ્થળોના નામનું ઈસ્લામીકરણ થતું હતું તેમતે સમયગાળામાં તેના શાસન ટાણે દાહોદનું નામ‘મહેમુદનગર’ થયેલું તેવી પણ નોંધ ઇતિહાસમાં મળી આવે છે.

શિલાલેખોમાં દાહોદનો ઉલ્લેખ દધિપુરનગર અને દધિપદ્ર તરીકે છે
દાહોદમાંથી મળેલો સંવત1545 (ઈ.સ.1488)ની વૈશાખ સુદી: 13નો એક સંસ્કૃત ભાષાનો શિલાલેખ હાલમાં મુંબઈના મ્યુઝિયમમાં સચવાયેલો છે જેમાં દાહોદનો ઉલ્લેખ ‘દધિપદ્ર’ તરીકે છે.ઈ.સ. 1981માં દાહોદના જ છાબ તળાવમાં ખોદકામ થયું હતું ત્યારે સિદ્ધરાજ જયસિંહના સમયનો એક અન્ય શિલાલેખ નીકળેલો.સંવત:1196અર્થાત્ ઈ.સ.1139ના સંસ્કૃત ભાષાનાઆ શિલાલેખમાંસ્મશાનઘાટ ઉપર આવેલ દેવાલયના ઉલ્લેખ સાથે ‘દધિપુરનગર દધિમતિ નદી દક્ષિણતિરિ દેવાલય સિદ્ધ શ્રી ભગવાન’ એવું ટાંકેલું છે.તો આ સમયના જ અન્ય એક શિલાલેખમાં’સેનાપતિ ક્રમં પ્રાપિ દધિપદ્રદિ મંડલે’એવું ટાંકેલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો