વરમખેડામાં ટ્રેક્ટર પલટતા ટ્રેક્ટરમાંથી પટકાયેલાનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરમખેડા ગામે ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટર ખાડા ટેકવા વાળા રસ્તે પુર ઝડપે હંકારી લઇ જતાં રસ્તામાં મોટો ખાડામાં મોટુ ટાયર પડતાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતાં એકને ઇજા થઇ હતી. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી ભાગી ગયો હતો.

વરમખેડા ગામે નદીના કિનારા રોડ પરથી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઇ જઇ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેક્ટર ખાડા ટેકરાવાળા રસ્તે પુર ઝડપે હંકારી જતાં રસ્તામાં ખાડો આવી જતાં ટ્રેક્ટરનું મોટુ ટાયર ખાડામાં પડતા ટ્રેક્ટલ પલટી ખાઇ ગયું હતું. જેમાં ટ્રેક્ટરમાં બેઠેલા રમેશભાઇ નીચે પટકાતાં ટ્રેક્ટરની નીચે આવી જતાં પેટના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપડ્યું હતું. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી ભાગી ગયો હતો. દાહોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.