તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલતી કેમ નથી કહી કિશોરીને ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા તાલુકામાં સ્કૂલેથી ઘરે જતી છોકરીઓને રસ્તામાં રોકી તે પૈકી એક છોકરીને તુ મને કેમ બોલતી નથી કહી છેડતી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવક સામે જેસાવાડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના કલ્પેશ નાનજી ડામોરે ગત તા.19 સપ્ટેમ્બરના રોજ તાલુકાના એક ગામમાં સ્કૂલેથી ઘરે જતી છોકરીઓને રસ્તામાં રોકી તે પૈકી એક છોકરીને તુ મને કેમ બોલતી નથી કહી છાતી ઉપર હાથ ફેરવી તેમજ હાથ પકડી ખેચતાણ કરી તેના ગાલ ઉપર લાફો મારી દીધો હતો. તેમજ તુ મારી સાથે નહી બોલેતો તને જાનથી મારી નાખશી તેવી ધાકધમકીઓ આપી ભાગી ગયો હતો. જેથી ગભરાય ગયેલી યુવતીએ દશ દિવસ બાદ કલ્પેશ ડામોર વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...