તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડબારામાં ભાજપના ઉમેદવારની સભા વખતે વાવાઝોડામાં ટેન્ટ ઉડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની વડબારા ગામમાં ચાલતી સભા વખતે વાવાઝોડાને કારણે ટેન્ટ ઉડી ગયું હતું. આ સાથે વરસાદ પણ પડતાં સભા આટોપી લેવાની ફરજ પડી હતી.

દાહોદમાં ભાજપના ઉમેદવા જશવંતસિંહ ભાભોર દ્વારા મંગળવારના રોજ દાહોદ તાલુકાના વડબારા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જશવંતસિંહ ભાભોર ભેગા થયેલા ગ્રામજનોને સંબોધી રહ્યા હતા તે વખતે સાંજના ચાર વાગ્યાના અરસામાં એકાએક વાવાઝોડુ ફુંકાવા લાગ્યું હતું.તિવ્ર વાવાઝોડાને કારણે સભા મંડપ ઉડી જતાં ખળભળાટ મચી ગયો હતો.આ સાથે જ જોરદાર વરસાદ પણ ચાલુ થઇ જતાં સભા આટોપી લેવી પડી હતી. વડબારાથી દાહોદ શહેરમાં આવ્યા બાદ જશવંતસિંહ ભાભોરે રેલી યોજી હતી.

દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની વડબારા ગામમાં ચાલતી સભા વખતે વાવાઝોડાને કારણે ટેન્ટ ઉડી ગયો.

અન્ય સમાચારો પણ છે...