તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરેડીની શાળામાંથી રૂા.80 હજારના મુદ્દામાલની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદશહેર નજીક આવેલા ખરેડી ગામે મેગા જીઆઇડીસી સામે આવેલી શાળાના રૂમના તાળા તોડીને તસ્કરો કમ્યુટર સહિત રૂા.80 હજારના મુદ્દામાલની ચોરી કરી જતાં ખળભળાટ મચ્યો હતો. આ બનાવ અંગે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ખરેડી ગામમાં મેગા જીઆઇડીસી સામે ઠક્કર બાપા વિદ્યાવિહાર સ્કુલ આવેલી છે. શનિવારના રોજ સવારના 11.30 વાગ્યે શાળા બંધ કરવામાં આવી હતી. દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઇને શાળામાં પ્રવેશીને તેના કમ્પ્યુટર રૂમના તાળા તોડ્યા હતાં. રૂમનો તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. તસ્કરો રૂમમાં મુકી રાખેલા કમ્પ્યુટર, બે એલઇડી, માઉસ સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતાં. સોમવારે શાળા ખુલતાં આ ઘટનાની જાણ થઇ હતી. શોધખોળ બાદ પણ તસ્કરોનો કોઇ જ પત્તો મળ્યો ન હતો.આ મામલે અંતે અમીતકુમાર નીનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો