તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દે.બારીયાના પીપલોદની એક જ સોસાયટીમાંથી 3 બોઇકની ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. દાહોદ, લીમખેડા

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદની શીવ રેસીડેન્સી એન્ડ પ્લાઝા સોયાટીમાં રહેતા અંકીતભાઇ જયરામભાઇ પાનશેરીયાએ તા.8 જાન્યુઆરીના રોજ તેમની પાર્સિંગ વીનાની નંબર વગરની બાઇક પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોરટાઓ તેમની બાઇક ચોરી કરી લઇ ગયા હતા. સવારે પાર્ક કરેલી જગ્યાએ બાઇક જોવા ન મળતાં અંકીતભાઇએ આજુબાજુમાં શોધખોળ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો નહતો. તેમજ નજીકમાં રહેતા લુણાખાન આચારખાનની આર.જે.-04-એસએલ-9400 નંબરની મોટર સાયકલ તેમજ અમીનખાન અલીકાન ખાનની પણ નવીજ મોટર સાયકલ તેઓના ઘર આગળથી ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ લીમખેડાના ઉસરા ગામના સંજયભાઇ જશવંતભાઇ ચૌહાણની જીજે-20-એકે-5369 નંબરની પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી પાર્ક કરેલી બાઇક રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોરો ચોરી કરી લઇ ગયા હતા. શોધખોળ કરવા છતાં બાઇકનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સંજયભાઇ ચૌહાણે અજાણ્યા ચોરો વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો