તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીનમાં ભાગ આપતા નથી કહી બચકંુ ભરી મહિલાનો હોઠ કાપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુવાલીયામાં જમીનમાં કેમ ભાગ આપતા નથી કહી ઝઘડો તકરાર કરી ઉશ્કેરાઇ જઇ બે ઇસમો પૈકી એકે મહિનાના હોઠ ઉપર બચકુ ભરી હોઠ કાપી નાખી તેમજ માર માર્યો હતો. બીજાએ એક વ્યક્તિને લાકડીઓ વડે માર મારી સાથે જાનથી મારવાની ધમકીઓ આપી હતી.

મુવાલીયા ગામે સવલીબેન પલાસ તથા પરિવાર સભ્યો ઘરે હાજર હતા. ત્યારે તેમના ઘર નજીક રહેતા રમણભાઇ પલાસ તથા મનુભાઇ પલાસ તેઓ પાસે ગયા અને ગાળો બોલી અમને જમીનમાં ભાગ કેમ આપતા નથી કહી ઉશ્કેરાઇ રમણે સવલીબેન પાસે જઇ હોઠ ઉપર દાતથી બચકુ ભરી હોઠ કાપી નાખી લોહીલુહાણ કરી સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી સવલીબેને બુમાબુમ કરતા તેમનો છોકરો કાળુભાઇ તથા પતિ સબુરભાઇ દોડી આવી વચ્ચે પડી વધુમારથી છોડાવ્યા હતા. જેથી મનુભાઇ રમણભાઇ પલાસે સવલીબેનના છોકરા દિલીપભાઇને માથાના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન ફળિયામાં રહેતા લોકો દોડી આવતાં બન્ને જણા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આપતા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત માતા-પુત્રને દાહોદના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સવલીબેને દાહોદ તાલુકા પોલીસ મથકે રમણ પલાસ તથા મનુ પલાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

છોડાવવા વચ્ચે પડતા પુત્રને પણ લાકડી મારી ઇજા પહોંચાડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો