શ્રી દશાનીમા વણિક સમાજના ત્રિદિવસીય રમતોત્સવનો પ્રારંભ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા પ્રતિ વર્ષે વેકેશન દરમ્યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન થાય છે તે અંતર્ગત તા.9-5-’19 ગુરુવારથી દ.વ.સ. રમતોત્સવનો શુભારંભ થયો છે. તા.9 થી 11 ના ત્રિદિવસીય ધોરણે સમાજના શ્રી પી.એમ.કડકીયા દ.વ.સ.સંસ્કાર કેન્દ્ર પરિસરમાં યોજાયેલ આ રમતોત્સવમાં 5 થી લઇ 80 વર્ષ સુધીના 390 જ્ઞાતિજનોએ ભાગ લીધો છે. સમાજના પ્રમુખ મૃણાલ પરીખ, મંત્રી પરીન શાહ, રમતગમત કન્વીનર અંકિત ચોકસી સહિત સમાજના અનેક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ રમતોત્સવનો શુભારંભ થયો હતો. લીંબુચમચી, દોડ, ઉંધી દોડ, ગોળાફેંક, વોલીબોલ થ્રો, કલીપ ઓન રોપ, બોલ ઈન હોલ, બેલેન્સબુક જેવી અનેક રમતોમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો છે. સાંજથી રાત લગી ચાલતી આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી રહે છે.

દાહોદની નવજીવન સાયન્સ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટનો સમાપન સમારોહ સંપન્ન
દાહોદ. દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે કે.સી.જી. અંતર્ગત ફીનીશીંગ સ્કુલ પ્રોજેક્ટ દ્વારા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાજે 100 કલાકની તાલીમ શિબિર યોજાઈ હતી. તા.30 એપ્રિલથી 9 મે ના દશ દિવસ દરમ્યાન યોજાયેલ શિબિરનો સમાપન સમારોહ કોલેજના હોલમાં યોજાયો હતો. જેમાં કે.સી.જી. દ્વારા નિયુક્ત માસ્ટર ટ્રેનર મેઘના સોની તથા દીપ્તિમાઈ સ્વાઈન ઉપસ્થિત રહ્યા હતા. પોલીટેકનીક કોલેજના આચાર્ય મનીષભાઈ ચારેલના મુખ્ય મહેમાનપદે યોજાયેલ આ કાર્યક્રમમાં આ કાર્યશાળામાં ભાગ લેતા વિદ્યાર્થીઓએ અંતે પોતાનું મંતવ્ય રજુ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દાહોદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી ગુજરાત સરકારના રમતગમત વિભાગ ધ્વારા પૂ.ગાંધીજીના જીવનચરિત્ર પર આધારિત ‘ભારત ભાગ્ય વિધાતા’ નાટક પ્રસ્તુત થયું હતું. તા.8 મે, બુધવારે રાતના દાહોદના પં.દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે પૂ.ગાંધીજીને અંજલિરૂપ આ નાટકનો શો યોજાયો હતો. આ નાટકના ગુજરાતભરના દરેક જિલ્લામાં મળીને 150 શો યોજવામાં આવ્યા છે. જે અંતર્ગત લગભગ 40 કલાકારોની ટુકડીએ ગાંધીજીની બાલ્યાવસ્થાથી લઇ વૃદ્ધાવસ્થા સુધીના વિવિધ પ્રસંગો દાહોદ ખાતે અદભુત રીતે પ્રસ્તુત કરતા સહુએ અંત લગી રસપૂર્વક નિહાળ્યું હતું.

હસ્તેશ્વર સ્કૂલનું 50.72 ટકા પરિણામ
લીમખેડા. ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કતૂલ મોટાહાથીધરા લીમખેડાનો વિદ્યાર્થી પ્રજાપતિ જૈમિનકુમારે 85.80 પી.આર. સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ તેમજ ભરવાડ અંકિત કુમારે 84.71 પી.આર. સાથે બીજો ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યુ છે. આ સાથે શાળાનું કુલ પરિણામ 50.72 ટકા આવેલ છે. સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ ભરવાડ તથા સંચાલક મંડળના પ્રમુખ ધનાભાઇ ભરવાડે ઉત્તિર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

લુણાવાડા આદિત્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું
લુણાવાડા. તાજેતરમા લેવાયેલ 12 સાયન્સની પરીક્ષામાં 100% પરિણામ ધરાવતી શાળામાં ગુજરાત રાજ્યની 35 શાળા પૈકી લુણાવડાની આદિત્ય ઇંગલીશ સ્કૂલ આવી હતી.ગુજરાત રાજ્યનું પરિણામ 71.90,મહીસાગર જિલ્લાનું પરિણામ45.59,લુણાવાડા નું પરિણામ46.14. આવ્યું હતું.આદિત્ય ઇંગલીશ સ્કૂલનુ પરિણામ 100% આવ્યું છે. દર વર્ષ કરતા આ વખતે પરિણામ ઓછું આવ્યું હોવા છતાં આ વખતે પણ શાળા ના તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળા સંચાલક સ્નેહલ ભાઈ પાઠકે પરીક્ષા માં ઉત્તિર્ણ થનાર તમામ વિદયાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા 12 દિવસથી પરમેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લુણાવાડા નગર ના ગરીબ જરૂરીયાત મંદ પરિવારોમાં અનાજની કીટનુ વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે . 32 જેટલા જરૂરીયાત મંદ પરીવારો માં અનાજ નુ વિતરણ થયુ ,જેમા 800 કી.ગ્રામ ઘઉ , 224 કી.ગ્રામ ચોખા , 48 કી.ગ્રામ દાળ, 32 કી.ગ્રામ તેલ ટોટલ અનાજની કીટ નુ દાન થયું ,તેમાં સંવેદનશીલ-ઉદાર દાતાઓનુ પણ યોગદાન રહ્યું તેસવૅ ને પરમેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ઘણા મિત્રો એ માગૅદશૅન કરી મદદરૂપ થયા તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

નવયુગ ઉ.માં. શાળાનું ધો.12 વિ. પ્રવાહમાં 55 ટકા પરિણામ
લીમખેડા. નવયુગ માધ્ય. અને ઉચ્ચ. માધ્યમિક શાળા નાનીવાવ નું ધો. 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા નું પરિણામ 55 ટકા આવ્યું હતું. કુલ 108 વિદ્યાર્થીઓમાંથી 59 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...