તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરોદા આગની તપાસમાં ગયેલા વનકર્મીની ગાડી ઉપર પથ્થરમારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના ખરોદા ગામના જંગલમાં લાગેલી આગની તપાસ કરવા ગયેલા વનકર્મીની ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક મહિલા વનકર્મીને ઇજા થઇ હતી.

ખરોદા ગામના જંગલમાં ગત રોજ લાગેલી આકસ્મીક આગનું ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડ સંજયભાઇ મસુરભાઇ તરાર તથા તેમના સહકર્મીઓ ટાવેરા ગાડી લઇ લોકેશન લેવા ખરોદા ગામના જંગલમાં સાંજના 7.15 વાગ્યાના અરસામાં ગયા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશના મેઘનગર તાલુકાના સાતશેરા ગામના તાનસીંગભાઇ નિનામા તથા તેની સાથેના બીજા એક વ્યક્તિએ ગાળો બોલી તમારા જંગલમાં આગ લાગેલ છે તેનાથી મારૂ ઝુંપડુ સળગી ગયું છે જણાવી વનકર્મીઓની ટાવેરા ગાડી પર પથ્થર મારતાં ગાડીમાં બેઠેલા વનકર્મી નંદાબેનના જમણા પગમાં પથ્થર વાગતા ઇજાઓ થઇ હતી અને ગાડીનો આગળનો કાચ તુટી જતાં નુકસાન થયું હતું. તથા બન્ને વ્યક્તિઓએ વનકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે બીટગાર્ડ સંજયકુમાર તરારએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...