તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં આકાશ રવિવારે વાદળોથી ઘેરાયલું રહ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ ખાતે રવિવારે સુરજદાદાએ પણ મહદ્દ અંશે રજા કરી હોય તેવું વાતાવરણ રહેવા પામ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી દાહોદ ખાતે ગરમીનું વાતાવરણ બની રહ્યું હતું ત્યારે અચાનક જ ગત રાતથી દાહોદમાં ઠંડીનો ચમકારો આવતા માળિયામાં મુકાઈ ગયેલા ગરમ વસ્ત્રો પુન: કાઢવાનો વારો આવ્યો હતો. શનિવારે રાતના સમયે દાહોદ ખાતે અચાનક ફૂલગુલાબી ઠંડીનું મોજું ફેલાતા મનમોહક વાતાવરણ બનવા પામ્યું હતું. જે રવિવારે સવારના સમયે પણ યથાવત રહ્યું હતું. જો કે રવિવારે બપોરના સમયે હવામાં 35% ભેજ સાથે 35% આકાશ વાદળછાયું નોંધાયું હતું. અને પવનની ગતિ 11 કિમિ પ્રતિ કલાકની રહી હતી. આ સાથે જ આખો દિવસ પણ વાદળછાયું વાતાવરણ રહેતા દાહોદનો રવિવાર લગભગ સુસ્ત રહેવા પામ્યો હતો.દાહોદ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણને કારણે કમોસમી માવઠાની સ્થિતિ બની હતી. થોડા સમયમાં જિલ્લા ઘઉ અને ચણા વાઢવાનું કામ શરૂ થવાનું છે ત્યારે આ માહોલ બનતાં ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો