તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં સાંજે વરસાદનું ઝાપટું પડતાં ખલૈયાઓની ધડકન વધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવના 50 મા વર્ષે સજાવટની તમામ તૈયારીઓ સંપન્ન થઇ ચુકી હોવા છતાંય મેદાનને નુકશાન ના થાય તે માટે કાર્પેટ પાથરી રખાઈ છે.

ભાસ્કર ન્યુઝ | દાહોદ

દિવસભર દાહોદ ખાતે ખુલ્લા વાતાવરણ દરમ્યાન એકાદ- બે વખત ઝરમર વરસાદ બાદ સાંજના સમયે અચાનક જ વરસાદનું મોટું ઝાપટું વરસતા નવરાત્રિની અંતિમ તૈયારીમાં લાગેલા જે તે વિસ્તારના આયોજકો ચિંતામાં ગરકાવ થઇ જવા પામ્યા છે. સાંજના સમયે વરસેલા વરસાદથી દાહોદના રસ્તાઓ પાણીથી લથપથ થઇ જવાની સાથે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. નવરાત્રિ આડે હવે એક જ દિવસ બચ્યો છે ત્યારે અનેક દાહોદવાસીઓએ મેઘરાજાને કમસેકમ ગરબાના દિવસો દરમ્યાન ખમૈયા કરે તેવી લાગણી વ્યક્ત કરતા જણાયા હતા.

અન્ય સમાચારો પણ છે...