તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી પડતર જમીન મુદ્દે તકરાર કરી બે સાથે મારામારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરથમપુર ગામે સરકારી પડતર જમીન બાબતે ચાર ઇસમોએ ઝઘડો તકરાર કરી બે વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે લીમડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પરથમપુરના પુંજાભાઇ રૂપાભાઇ હઠીલાને બિભત્સ ગાળો બોલી સરકારી પડતર જમીન બાબતે તમો વારંવાર કેમ ઝઘડો તકરાર કરો છો તેમ કહી ફળીયામાં જ રહેતા તોફાનભાઇ કોદરભાઇ હઠીલા, ખુમાનભાઇ ગલાભાઇ હઠીલા, સુરેશભાઇ ખુમાનભાઇ હઠીલા તથા નીકેશભાઇ કોદરભાઇ હઠીલાએ ભેગા મળી ગાળો બોલી ગડદાપાટુનો માર મારતા હતા. ત્યારે વચ્ચે પડેલા અલ્કેશભાઇને બરડાના ભાગે નિકેશભાઇએ લાકડીઓ વડે માર મારી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ચારેય ઇસમો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...