Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લવારીયામાં દારૂ ભરેલા થેલા સાથે બાઇક ફેંકી ચાલક ફરાર
સાગટાળા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળી ધુળેટીના તહેવારોને અનુલક્ષીને ચાલતા મેળાઓ અંગે પેટ્રોલીંગમાં હતા.
ત્યારે પેટ્રોલીંગમાં ફરતા ફરતા લવારીયા ગામે આવતા દુધીયા ગામ તરફથી જીજે-07-બીજી-2495 નંબરની મોટર સાયકલ ઉપર શંકાસ્પદ ચીજવસ્તુ ભરી આવતાં ચાલકને ઉભી રાખવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ મીણીયા થેલો લાદેલી બાઇક રોડ ઉપર નાખી ભાગવા લાગ્યો પોલીસે પકડવા પીછો કર્યો હતો પરંતુ ખેપિયો પકડાયો ન હતો.
જ્યારે બાઇક ઉપર લાદેલા થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટીકના 750 મીલીના તથા બિયરના ટિન 500 મીલીના મળી કુલ 84 નંગ બોટલો જેની કિંમત 28,800 રૂ.ની મળી આવી હતી.
પ્રોહી મુદ્દામાલ તથા 20 હજારની કિંમતની બાઇક મળી 48,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્લે લઇ ભાગી ગયેલા બાઇક ચાલક અજાણ્યા ખેપિયા વિરૂદ્ધ સાગટાળા પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રૂા.28,800નો દારૂ, બાઇક મળી રૂા.48,800નો મુદ્દામાલ જપ્ત