તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમા સન્ડે હેપ્પી વોટર્સ સ્ટ્રીટ કાર્યક્રમ 21 એપ્રિલે યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદના સ્ટેશન રોડ સ્થિત વિશ્રામ ગૃહ રોડ ખાતે તારીખ 21 એપ્રિલ-2019, રવિવારે સવારે 6 થી 8ના સમયગાળા દરમિયાન મતદાન જાગૃતિ સાથે સાહસિક રમતો, બાળકો અને પુખ્ત વયના લોકો માટેની પ્રવૃત્તિઓ માણી શકે તેવું ‘’સન્ડે હેપ્પી વોટર્સ સ્ટ્રીટ’’નું આયોજન થયું છે.

મતદાન જાગૃતિ કાજેના આ કાર્યક્રમમાં ‘ઝુમ્બા કિંગ રેની’, સ્વાસ્થ્યવર્ધક રમતો, યોગ, કરાટેની મજા માણવાની સાથે ટ્રાફિકથી મુક્ત રોડ ઉપર સાયકલ સવારી, વિવિધ ક્રાફ્ટ્સ અને સ્કેટિંગનો પણ આનંદ માણી શકાશે. આ સાથે જ આ ઇવેન્ટમાં જે તે વ્યક્તિ પોતાના ઘરેથી વધારાના વસ્ત્રો લાવીને અત્રે બનનારી “નેકી કી દિવાલ” ખાતે આપી શકે છે.

જેને બાદમાં જરૂરતમંદ લોકોમાં વિતરિત કરવામાં આવશે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સંયુક્ત ઉપક્રમે દાહોદના હોલી જોલી ગ્રુપ અને વિકાસ વર્મા આયોજિત આ આ ઇવેન્ટમાં મહત્તમ સંખ્યામાં દાહોદવાસીઓને ભાગ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...