તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ રેલવે સ્ટેશનને ISO 14001 : 2015નું વધુ એક છોગંુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રતલામ રેલવે મંડળના ઇન્દૌર, રતલામ સહિતના દસ સ્ટેશનોને પર્યાવરણ જાળવવાની સિસ્ટમના સારા સેટઅપ માટે આઇએસઓ 14001: 2015નું મેડલ મળ્યુ છે. તેમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા ગુજરાત રાજ્યના છેલ્લા મોટા સ્ટેશન દાહોદનો પણ સમાવેશ થયો છે. રેલવેએ આ સ્ટેશનો ઉપર પર્યાવરણનો ધ્યાનમાં રાખી સફાઇ, ગ્રીન સ્પેશ અને મુસાફરોની ખાણી-પાણીની સુવિધા વધુ વ્યવસ્થિત બનાવવામાં આવી હતી. બીજી તરફ ક્લીન ટ્રેન સ્ટેશન(સીએટી)ના માધ્યમથી પસાર થતી 28 ટ્રેનોમાં સફાઇ પણ કરાવાય છે. આઇએસઓ પ્રમાણપત્ર મેળવનારા સ્ટેશનોનું ઇકેઆઇ એનર્જી લિમિટેડ દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ હતું. રતલામ રેલવે મંડળના દાહોદ સાથે આઇએસઓ 14001: 2015 પ્રમાણપત્ર મેળવનારા સ્ટેશનોમાં રતલામ, ઇન્દૌર, ચિત્તોડગઢ, મંદસૌર, નાગદા, ઉજ્જૈન, દેવાસ અને મહૂનો સમાવેશ થાય છે.

કયા કારણોસર દાહોદની પસંદગી કરાઇ
સ્ટેશન વિસ્તારની ત્રણ શિફ્ટમાં સફાઇ, મોનીટરીંગ માટે ચીફ હેલ્થ ઇન્સપેક્ટરની નિમણુંક અહીં જ ઉપડતી ટ્રેનોમાં સફાઇ સ્ટેશનમાં વેટિંગનું મેનેજમેન્ટ પ્લેટફોર્મ ઉપર બગીચાનું એક નિર્માણ, પ્લેટફોર્મ ઉપર કચરો ન ફેકાય માટે વિવિધ પોઇન્ટ ઉપર મોટા ડસ્ટબીન સર્વસુવિધા યુક્ત રિટાયરિંગ રૂમ પીવાના પાણી માટે ફાઉન્ટેન જ્યાં દિવ્યાંગો માટેં જુદી વ્યવસ્થા મુખ્ય સર્કુલેટિંગ વિસ્તારમાં સુલભ કોમ્પલેક્ષ અને પે એન્ડ યુઝ સુવિધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો