Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ પાલિકાની સામાન્ય સભામાં 130 કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ થયું
દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા તા.13ના રોજ પાલિકા સભાખંડમાં મળી હતી. માર્ચ માસમાં સંપન્ન થયેલ પાલિકાની આ બોર્ડનું છેલ્લું બજેટ સત્ર રજુ થયું હતું.
દાહોદ પાલિકાના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, ઇન્ચાર્જ સી.ઓ. દીપસિંહ હઠીલા સહિતના સત્તાધારી અને વિપક્ષના કાઉન્સિલર્સ અને પાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રજુ થયેલ આ બજેટસત્રમાં દર્શાવાયું હતું કે ઈ.સ. 2020-’21ના વર્ષ માટે દાહોદ ખાતે વિવિધ વિકાસ કાર્યો કાજે રૂ. 1,30,25,45,000 નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાલિકાની સામાન્ય સભાઓ ગણતરીની મિનીટ્સમાં જ સંપન્ન થઇ જાય છે. તેમ આ મહત્વની સભા પણ કોઈ ચર્ચા વિના જ ગણતરીની મિનીટમાં જ સમાપ્ત થઇ હતી. આ સભામાં રજુ થયેલ આંકડા મુજબ વર્ષ 2020-’21 ના વર્ષમાં દાહોદમાં વિવિધ વિકાસકાર્યો માટે
...અનુ. પાન. નં. 2
2020-’21ના વર્ષમાં પાલિકાને રૂ.76.5 કરોડની આવક થવાનો અંદાજ રજૂ થયો
દાહોદના સ્ટેશન રોડ ખાતે 50 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજ માટે દરખાસ્ત થઇ
નવા ઓવરબ્રિજ બનાવવા દરખાસ્ત થશે
દાહોદના સ્ટેશન રોડ સ્થિત રેલ્વે ઓવરબ્રિજથી શહેરમાં આવતા ટ્રાફિકમાં રાહત થાય તે કાજે સ્ટેશન રોડ ઉપર રેલ્વે ઓવરબ્રિજને જોડતો એક અન્ય ઓવરબ્રિજ માટે સરકારમાં એક દરખાસ્ત કરવામાં આવશે. લગભગ રૂ. 50 કરોડના ખર્ચે બનનાર આ નવા ઓવરબ્રિજથી શહેરના ટ્રાફિકનું ભારણ ખાસ્સે અંશે ઓછું થશે.> અભિષેક મેડા, પ્રમુખ