તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે કોંગ્રેસમાં ગયાની વાત સાંજે ભાજપમાં જ હોવાની સ્પષ્ટતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણી સંદર્ભે બુધવારના રોજ કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ કટારા ગરબાડા તાલુકામાં પ્રચાર માટે ગયા બાદ ભાજપમાં માનતા નઢેલાવ જીલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા સભ્ય ચંદ્રભાણ સી. કટારાના કોંગ્રેસનો ખેસ પહેરેલા અને તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાના મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, મૂળ કોંગ્રેસના ચંદ્રભાણસિંહ મનદુખને કારણે ભાજપમાં જોડાયા હતાં ત્યારે બુધવારે તેઓ ફરી કોંગ્રેસમાં આવ્યાની સવારે વાત ફેલાયા બાદ સાંજે તેઓ ભાજપમાં જ હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી.

હું ભાજપ સાથે જ છું
કોંગ્રેસના ઉમેદવાર મારે ત્યાં આવ્યા હતાં. પરંપરા મુજબ મહેમાનગતિ કરી હતી. હું કોંગ્રેસમાં જોડાયો હોવાના ખેસ સાથેના મારા ફોટો વાયરલ કરી દેવાયા હતાં.હું ભાજપ પક્ષ સાથે જ જોડાયેલો છું.ચંદ્રભાણસિંહ કટારા, જિ.પં સભ્ય

અન્ય સમાચારો પણ છે...