દાહોદમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતમા અંત ઘડી સુધી સસ્પેન્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી કાજે ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છતાંય કોંગ્રેસના ઉમેદવારના નામનું કોકડું હજુ ગુંચવાયેલું છે. ભાજપના જશવંતસિંહ ભાભોરે પ્રથમ જ દિવસે તા. 30 માર્ચના રોજ જ ફોર્મ ભરીને પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે તેમ છતાંય કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત ન થતા ચર્ચા બની છે.

બુધવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની પૂર્વ સંધ્યાએ પણ મોડી સાંજ લગી નામ જાહેર નહીં થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અસમંજસમાં મુકાયા હતાં. જોકે, સંભવિત ઉમેદવારોની સૂચિમાં બાબુભાઇ કટારા, ભાવેશ કટારા, ડો પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રિકાબેન બારીયાના નામની ચર્ચા ચાલતીહતી. છેલ્લી ઘડી સુધી દાહોદ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા ન હતાં પરંતુ કોંગ્રેસે ફોર્મ ભરવાની જાહેરાત કરી શક્તિ પ્રદર્શન માટે ગુરુવારે ખરોડ ખાતે એક સભાનું આયોજન કર્યું છે. આ સભા બાદ કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર પોતાનું ફોર્મ ભરશે તેવું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.