પતિ સાથે આડા સંબંધની શંકા રાખી નણંદે ભાભીને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના કાકરાડુંગરા ગામે પતિ સાથે આડા સંબંધ રાખવાની વાતે નણંદે ભાભીને માર મારી નીચે પાડી દતાં ઇજા પહોંચી હતી. આ સંદર્ભે ભાભીએ નણંદ વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાલોદ તાલુકાના કાકરાડુંગરા ગામના ડુંગરી ફળીયામાં રહેતા રમીલાબેન ખુમાનભાઇ માલીવાડ 12 જાન્યુઆરીના સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં બેઠા હતા. તે દરમિયાન તેમની નણંદ કમલીબેન રતનભાઇ વસૈયા રમીલાબેન પાસે આવી ગાળો બોલી કહેવા લાગેલ કે તુ મારા પતિ સાથે આડો સંબંધ રાખે છે કહી ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો ગેબી માર મારી જમીન ઉપર પાડી દેતાં કમલીબેનને છાતીના ભાગે પથ્થરો વાગતા ઇજા પહોંચી હતી. આ દરમિયાન રમીલાબેને બુમાબુમ કરતાં આજુબાજુના લોકો આવી જતાં વધુ મારથી છોડાવ્યા હતા. અને આજે તુ બચી ગઇ હવે પછી તને જીવતી રહેવા દેવાની નથી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કમલીબેન ત્યાંથી જતી રહી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્ત રમીલાબેનને 108 દ્વારા
ઝાલોદના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ સંદર્ભે રમીલાબેને ઝાલોદ પોલીસ મથકે કમલીબેન વસૈયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાકરાડુંગરામાં ભાભીએ નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...