તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઢાગોળાથી સુજલામ સુફલામ જળ અભિયાનના બીજા ચરણનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પાણીનો વિવેક પૂર્ણ ઉપયોગ થાય ,જળનો વ્યય ન થાય અને જળ સંચયની ક્ષમતામાં વધારો કરાય તે જરૂ છે. પાણી પ્રથવી પરના તમામ જીવો માટેની જીવન રેખા છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, રાજયમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે હેતુસાર રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન તા ૨૫ ફેબ્રુઆથી તા. ૨૫ એપ્રિલ-૨૦૧૯ સુધી આયોજન કરવામાં આવ્યું છે. તદનુસાર દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના બીજા ચરણનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ વિકાસ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ખાતેના ગામ તળાવ ઉંડા કરવા સાથે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ટાઢાગોળા ગામ તળાવના કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાઢાગોળા ગામને ઉંડું કરવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ૧૨ જી.સી.બી અને ૨૪ ટ્રેકટરો કામે લગાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો, ચેકડેમો, નદીઓ, કોતરો વગેરે ઉંડા સાફ કરવામાં આવે છે. તેના થકી વરસાદનું નકામું વહી જતું પાણી સંગ્રહ થશે તેવુ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.એસ.સોંલકી, કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ સ્ટેટ ડામોર, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ સ્ટેટ અને સુજલામ સુફલામ જળ અભિયાન નોડલ અધિકારી બી.કે. ભાભોર, સામાજીક વનીકરણ વિભાગના મદદનીશ વનસંરક્ષક ચંદ્રેશ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો