તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં બાઇક રેલી સાથે શ્રી રામની મૂર્તિે નગરમાં પ્રવેશ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી રામનવમી પર્વ નિમિત્તે ઠક્કર ફળિયાથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરનારી શ્રી રામયાત્રા પૂર્વે ભગવાન શ્રીરામની પ્રતિમા આજે ગુરુવાર ના દિવસે સાંજે 6.30 કલાકે ગોધરારોડ નાકાથી પ્રવેશ થનાર છે.

જેમાં શહેરમાં મોટી સંખ્યામાં બાઇકો પર જોડાઈ દેસાઇ વાડ ચોક, એમ.જી.રોડ, નગરપાલિકા, માણેક ચોક, ભગિની સમાજ,ચાર થાંભલા, સ્વામી વિવેકાનંદ ચોક,બસ સ્ટેન્ડ થઈ ઠક્કર ફળિયા સ્થિત રાજ રાજેશ્વર મહાદેવ મંદિર,રાજસ્થાન પંચાયત ભવન ખાતે પૂર્ણ થશે. આ બાઇક રેલીમાં શહેરના સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો દ્વારા સ્વાગત કરાશે. શ્રી રામયાત્રા સેવા સમિતિ તેમજ સંસ્કાર સોશ્યલ ગ્રુપ દ્વારા શહેરીજનોને આ બાઇક રેલીમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...