દાહોદ ખાતર વેચાણ કેન્દ્ર ઉપર વેચાણ બંધ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ ખાતે ગુરુવારે ખાતરની થેલીઓના પેકીંગમાં ઓછો માલ આવતો હોવાનો હોબાળો મચવા પામ્યો હતો. 50.12 કિલોગ્રામ અને નેટ વજન 50 કિલોગ્રામનું લખાણ ધરાવતી સરદાર ડી.એ.પી.ખાતરની થેલીઓ પૈકી અમુક થેલીમાં ઓછું ખાતર હોવાથી લોકોમાં વિવાદ જન્મ્યો હતો. આ મામલે ભાસ્કરે દાહોદ સ્થિત જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ગુરુવારે બપોરના સમયે ભાસ્કર રીયાલીટી ચેક કર્યું હતું. તો તે ડેપોના વજનકાંટા ઉપર ડીએપી ખાતરની થેલીઓમાં ઓછુ વજન જોવા મળ્યું હતું. આ સમાચાર પ્રકાશિત થયા બાદ કિસાન સુવિધા કેન્દ્ર દ્વારા શુક્રવારે સવારથી જ દાહોદ સ્થિત ડેપો ઉપર ખાતરનું વેચાણ બંધ કરી દેવાયું હોવાના બોર્ડ લાગી જતા અનેક ગ્રામજનોને ધક્કો પડ્યો હતો. દાહોદ ખેતી અધિકારીએ સ્થળની મુલાકાત લઇ થેલીના વજનની તપાસ કરી હતી. જે દરમ્યાન તેમને પણ વજન ઓછું જોવા મળતા આગળની કાર્યવાહી હાથ છે.

પંચ તંત્ર
દાહોદના કિસાન સુવિધા કેન્દ્ર ખાતે અધિકારી દ્વારા ચેકીંગ બાદ ખાતરનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...