તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમડીની મહિલાને અકસ્માત વળતરના 2,29,500 રૂા. ચૂકવવાનો કોર્ટનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમડીના કરમ્બા રોડ ખાતે માળી ફળિયામાં રહેતા વાલાભાઈ રમણભાઈ પ્રજાપતિ (ગોહિલ)ની પત્ની દક્ષાબેન પ્રજાપતિ ગર્ભવતી હોઈ દાહોદની હોસ્પિટલમાં નિયમિત ચેકઅપ માટે આવતા હતા. તે દરમ્યાનમાં તા.11-7-’19 ના રોજ દક્ષાબેન દાહોદ ખાતે ચેક અપ કરાવ્યા બાદ મેતરાલ જતી જી.જે.18 વી-6452 નંબરની એસ.ટી બસમાં બેસીને લીમડી પરત જતા હતા. ત્યારે સાંજના 6.30 ના સુમારે લીમડી-દાહોદ રોડ ઉપર કાળીમહુડી ગામ પાસે એસ.ટી.બસના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બસ પલટી ખાઈ ગઇ હતી.જેમાં ગર્ભવતી દક્ષાબેનના પેટના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. ગર્ભાવસ્થાનો 9 મો મહિનો ચાલતો હોઈ અન્ય ઈજાગ્રસ્તોની સાથે તેમને તાબડતોબ દાહોદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેઓએ તા.12-7-’19 ના રોજ પુત્રને જન્મ આપેલો. પરંતુ, બસ અકસ્માત દરમ્યાન તેમને પેટના ભાગે જ ગંભીર ઈજાઓ થવાને કારણે બાળકનું ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ થઇ ગયુ હતું. બાદમાં દક્ષાબેન તથા વાલાભાઈ પ્રજાપતિ નામે આ દંપતિએ જીલ્લાના મોટર કલેઈમ ટ્રિબ્યુનલ સાહેબની કોર્ટમાં એડવોકેટ અહેસાન કપડવંજવાલા મારફતે અકસ્માત વળતર કાજે અરજી દાખલ કરી હતી. જે એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ઝેડ.વી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી હતી. એડવોકેટની ધારદાર રજૂઆતને ધ્યાને લઈને અકસ્માત થકી બાળકના નિપજેલા મૃત્યુ બદલ પ્રજાપતિ દંપતિને રૂ .2,29,500 આટલા સમયના 9% વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવવાનો આદેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...