તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુણામુવાડીમાં નજીવા મુદ્દે રસ્તામાં રોકી 1ને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુણામુવાડી ગામે રહેતા ગોવિંદભાઇ બારીયા બપોરે ઘરે આવતાં હતા. તે દરમિયાન રસ્તામાં કુટુંબના વિજયભાઇ બારીયા, કમલેશભાઇ બારીયા, કપિલાબેન બારીયા તથા પ્રતાપભાઇ સબુરભાઇ મળતાં પાણીના રૂપિયા માંગતા હોઇ માંગણી કરતાં ચારે ઉશ્કેરાઇ ગયા અને ગાળો બોલવા લાગેલ તુ કેવા પૈસા માંગે છે કહી હાથમાની લાકડી ગોવિંદભાઇને ડાબા હાથે કોણીના ભાગે મારતા ઇજા પહોંચી હતી અને નીચે પડી જતાં કમલેશભાઇ, કપિલાબેન તથા પ્રતાપભાઇએ ગડદાપાટુનો મુઢ માર મારતાં મહેશભાઇએ બુમાબુમ કરતાં ગામના વ્યક્તિ આવી છોડાવેલ હતો અને આજે તો બચી ગયો છે પણ હવે પછીથી ગમે ત્યા રસ્તામાં એકલો મળીશ તો જીવતો નહી છોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આપતા ભાગી ગયા હતા. આ બાબતે ગોવિંદભાઇ બારીયાએ ઉપરોક્ત ચારેય ઇસમો વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...