તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્યને માર મારીને બેભાન બનાવી લૂંટારુ રોકડ અને મોબાઇલ લૂંટી ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નગરાળાની એકલવ્ય આશ્રમ શાળામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ મોટર સાઇકલ ઉપર ઘરે આવતા આચાર્યને ત્રણ લુટારુઓએ ઢોર માર મારીને બેભાન કરી નાખ્યા હતાં. આ સાથે તેમની પાસેના રોકડા પાંચ હજાર તેમજ મોબાઇલની લુટ કરીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં રહેતાં પ્રશાંત યોગેન્દ્રસિંહ સોલંકી શહેર નજીક આવેલા નગરાળા ગામની એકલવ્ય સ્કુલ આશ્રમ શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવે છે. બુધવારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ શાળા બંધ કરીને આશ્રમ શાળાના પાછળના રસ્તેથી તેઓ મોટર સાઇકલ ઉપર ઘરે આવી રહ્યા હતાં. ત્યારે રસ્તામાં ચારેક વાગ્યાના અરસામાં ઇટના ભટ્ટા પાસે બાઇક લઇને ઉભેલા ત્રણ લુટારુ માંથી એક લુટારુએ પથ્થર મારતા તેમના કાન પાસે વાગ્યો હતો. જેથી પ્રશાંતભાઇ નીચે પડી ગયા હતાં. ત્રણે લુટારુઓએ ધસી આવીને તેમને લાકડી વડે ઢોર માર મારીને બેભાન કરી નાખ્યા હતાં. લુટારુ તેમના ગજવામાંથી પાંચ હજાર રૂપિયા રોકડા અને પાંચ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઇલ તેમજ SBIનો એક ચેક, યુનિયન બેંકના ત્રણ ચેક સહિતા દસ્તાવેજો લુટીને ફરાર થઇ ગયા હતાં. ભાનમાં આવ્યા બાદ તેઓ પોતાની મોટર સાઇકલ ઉપર ઘરે ગયા બાદ પિતા સાથે દવાખાને જતાં દાખલ કરી લેવાયા હતાં. આ મામલે પ્રશાંતભાઇની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બોર્ડની પરીક્ષા પૂર્ણ કરીને બાઇક ઉપર પરત જતાં નગરાળામાં ભોગ બન્યા

5 હજાર રોકડા અને મોબાઇલ મળી 10 હજારનો મુદ્દામાલ લૂંટી ગયા

_photocaption_નગરાળમાં લુટારુઓએ હુમલો કરતાં ઘાયલ થયેલા આચાર્ય પ્રશાંતભાઇ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો