દાહોદમાં સંશોધન પત્ર લખાણ વિષયે વ્યાખ્યાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરની સરકારી ઇજનેરી કોલેજમાં સંશોધન પત્ર લખાણ અને પ્રકાશન વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતું.કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના આચાર્ય ડો. પી.કે.બ્રહ્મભટ્ટ દ્વારા કરીને પ્રવર્તમાન સમયમાં સંશોધન પત્ર અને સંશોધનની અગત્યતાની રૂપરેખા આપી હતી.

ટેકનીકલ શિક્ષણમાં સંશોધન પત્રનું લખાણ અને પ્રકાશન એક અગત્યનું અંગ છે. વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકગણમાં આ વિષયના વિશિષ્ટ જ્ઞાનનો ફેલાવો થાય તે હેતુથી આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વ્યાખ્યાનમાં 120 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિવિધ આંતરરાષ્ટ્રીય સંશોધન પત્રોનો સંદર્ભ લેવા તથા પોતાના સંશોધન કાર્યને એક સંશોધન પત્ર તરીકે કઇ રીતે રજુ કરવુ તેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવી હતી.મીકેનીકલ વિભાગના સહપ્રાધ્યાપક ડો. ડી.બી.જાની દ્વારા એકદમ રમાળ અને સરળ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના ખાતે આવેલ જી.આઇ.સી. ક્લબ દ્વારા કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થી કોર્ડીનેટર હર્ષિત દુબે, નીરજ મોર્ય,શ્યામ રાય, પ્રકાશ ઝા, અંકિત પાલ, યશવંત કુમાવત, ગૌરવ તીવારી અને બુરહાનુદ્દીન તેમજ જીઆઇસી ફેકલ્ટી કોઓર્ડીનેટર નીરવ ઉમરાવિયાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જ જહેમત ઉઠાવી હતી.

_photocaption_દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં સંશોધન પત્રના લખાણ વીશે આયોજિત વ્યાખ્યાન માણતા વિદ્યાર્થી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...