પોલીસની આંખે પાટા! 4ને પકડ્યાં તો શું 65 જુગારી તાલુકા પોલીસને ન દેખાયા?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામમાં તાલુકા પોલીસે ચાર લોકો સામે જુગારનો એક કર્યાના એક જ કલાકમાં સ્ટેટ વીજીલન્સે છાપો મારીને જુગાર રમાડનાર અને રમનાર 65 લોકોને ઝડપી પાડ્યા હતાં. મુખ્ય સૂત્રધાર વજુ સહિતના 66 સામે ગુનો દાખલ કરાયો હતો. વીજીલન્સે છાપા દરમિયાન રોકડ, મોબાઇલ, વાહનો મળીને કુલ 6,37,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારની આટલી મોટી રેડ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી.

શનિવારના રોજ બપોરના દોઢ વાગ્યે તાલુકા પોલીસે ગલાલિયાવાડ ગામમાં નદી તરફ જવાના રસ્તે છાપો મારીને ગંજીફો ચીપતાં ભુરા મંડોડિયા, નિમેશ મિનામા, હરીશ બીલવાળ અને વીજય હઠીલાને ઝડપી પાડી તેમની પાસેથી 17230 રૂપિયા જપ્ત કર્યા હતાં. પોલીસ ગુનો દાખલ કરી જ રહી ત્યારે સ્ટેટ વીજીલન્સે ગલાલિયાવાડ ગામમાં જ દ્રષ્ટિ નેત્રાલય પાસે આંક ફરક અને તીરીયાનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે બપોરના અઢી વાગ્યાના અરસામાં છાપો માર્યો હતો. અહીંથી પોલીસે જુગાર રમાડનાર અને રમનાર મળીને 65 લોકોને ઝડપી પાડ્યા હતાં.

જુગાર ધામ ચલાવતો વજુ ભુરિયા ઘટના સ્થળે મળ્યો ન હતો. વીજીલન્સે પકડાયેલા લોકો પાસેથી 1,06,260 રોકડા રૂપિયા7 બિનવારસી મળીને કુલ 55 મોબાઇલ , 1 રિક્શા અને 14 બાઇક તેમજ જુગારના સાધનો મળીને કુલ 6,37,760 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આટલી મોટી જુગારની રેડ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. એક કલાક પહેલાં જ જુગારનો છાપો મારનારી તાલુકા પોલીસ મોટો જુગાર પકડવાનો ચુકી જતાં તમામ ક્રેડિટ વીજીલન્સ લઇ ગઇ હતી.

66 આરોપી સામે ગુનો દાખલ | 1,06,260 રોકડા | 48 મોબાઇલ આરોપીઓ પાસેથી જપ્ત | 15 વાહનો | 6,37,760 રૂા.નો કુલ મુદ્દામાલ | 07 મોબાઇલ બિનવારસી

સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ઝડપાયેલાં જુગાર રમનારાની યાદી
બાબુ બીલવાડ

રતનસિંહ ભાભોર

હિતેષ મોહનીયા

ભારતા ભાભોર

નાનસીંગ ડામોર

મહાવીર કસુ

ભરત કુશ્વાદ

માનસિંગ બામણીયા

નરેન્દ્ર પંચાલ

રૂપા ગારી

ભાવેશ સિકલીગર

રમેશ નિનામા

વિજય શાહ

દિનુ વાકળા

દિનેશ ભીલવાળ

નબુ માવી

દામોદર બારીયા

પ્રેમસિંગ ડામોર

બદીયા કટારા

રાજુ મકવાણા

મનિષ બામણીયા

દિલીપ માલીવાડ

સમશુ ગમાર

નારીયા નિનામા

સમશુ હઠીલા

ગોવિંદ ડામોર

ફુલીયા મોહનીયા

દર્શનપ્રસાદ કહીર

શૈલેષ પીઠાયા

દિનેશ ગરાસીયા

રૂપસિંગ પરમાર

ભુપનેન્દ્ર સોલીયા

રાજુ વણઝારા

રાજુ ભુરીયા

વિશાલ ભાભોર

ગોરખનાથ દુપ્તા

વિજય પહેલવાની

સંજય ગમાળા

હુસેન હોટલવાળા

વિનોદ ભાભોર

છિનીયા ડામોર

સુરેશ ડામોર

ગુડ્ડુ ભુરીયા

ચેનીયા મંડોડીયા

નરેશ કિર્તન નિમચીયા

સંતોષકુમાર મહાવર

મનુ પરમાર

મુનાવર પઠાણ

ઉમેશ મોચી

દિનેશ ભુરીયા

મુકે્શકુમાર શર્મા

સંતોષકુમાર સોલંકી

ગુમજી બીલવાળ

સુકીયા માવી

દિનેશ મંડોડીયા

રહીમભાઇ બિસ્તી

બાધર નિનામા

વ્રજકુમાર પંડીત

ગલાલિયાવાડમાં 1.30 વાગે પોલીસે 4ને પકડ્યા, 2.30 વાગે વિજિલન્સે 65ને ઘેર્યા
સ્થાનિક પોલીસ નદીવાળા રસ્તે ગઇ, વિજિલન્સે દ્રષ્ટિ નેત્રાલય પાસે ધામો નાખ્યો
વિજિલન્સને 8 હજારનો દારૂ પણ મળ્યો
સ્ટેટ વીજીલન્સ દ્વારા જુગાર ધામની તપાસ વેળા તેની સામેના સુમિત્રા સિસોદીયાના ઝુપડામાં પણ 2.45 વાગ્યે તપાસ કરી હતી. ત્યારે ઝુપડામાંથી 62 ક્વાર્ટર અને 11 બિઅરના ટીન અને બિઅરની 6 બોટલો મળી આવી હતી. વીજીલન્સે અહીંથી 8620 રૂપિયાનો જથ્થો જપ્ત કરીને સુમિત્રા સામે પણ ફરિયાદ નોંધાવી હતી.

16 કલાકની જહેમત બાદ 66 સામે 11 પાનાની ફરિયાદ
આરોપીઓને આયસરમાં ભરીને પોલીસ મથકે લવાયા હતાં. સ્ટેટ વીજીલન્સના કર્મચારીઓએ ગુનો દાખલ કરવા માટે ઘટના સ્થળેથી કબજે લીધેલો મુદ્દામાલ, પકડાયેલા આરોપીઓની અંગ ઝડતી સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.મોડી રાત્રે આ કામગીરી પૂર્ણ થતાં ફરિયાદ લખવાની શરૂઆત કરાતાં તે સવારે આઠ વાગ્યે પૂર્ણ થઇ હતી. 11 પાનાની ફરિયાદ લખીને ગુનો દાખલ કરીને સ્થાનિક પોલીસને તપાસ સોંપાઇ હતી.

આંક ફરક-તીરીયાના જુગારનો ગુનો દાખલ, જુગાર રમાડનાર સૂત્રધાર વજુ ભુરિયા વોન્ટેડ
જુગારધામનો મુખ્ય સૂત્રધાર
વજુ ગલુ ભુરિયા

જુગાર રમાડનાર
વિક્રમ અમલીયાર

બાબુ શેખ

ઉદેસીંગ ડામોર

બાબુ ભુરીયા

માધવસિંગ રાઠોડ

મહેબુબ મન્સુરી

ઉદેસિંગ સાંસી

રસ્તે ચાલતાંને પકડ્યા હોવાનો આક્ષેપ
સ્ટેટ વીજીલન્સે છાપો માર્યો તે સમયે જુગાર રમતાં લોકો સાથે સબંધિઓને લઇને દ્રષ્ટિ નેત્રાલયમાં સારવાર કરાવવા આવેલા લોકો ઉપરાંત રસ્તે ચાલતા લોકોને પણ પકડીને આયસરમાં બેસાડી દીધા હતાં. ત્યાર બાદ પોલીસ મથકે લાવીને તેની સામે કેસ કરતાં લોકોની સંખ્યા આટલી મોટી થઇ હોવાનો ગણગણાટ ચાલતો સાંભળવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...