દાહોદમાં પો.લાઇનની દીવાલ એકાએક ધરાશાયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં પોલીસ લાઇનની દીવાલનો એક ભાગ વહેલી પરોઢે એકાએક જ ધરાશાયી થઇ ગયો હતો. આ દીવાલને કારણે રસ્તા ઉપરના બે વીજ થાંભલા પણ પડી ગયા હતા. ઘટના બની તે વિસ્તારમાં દિવસે રિક્શા સહિતના વાહનો ઉભા રાખવામાં આવે છે. વહેલી પરોઢે દિવાલ પડતાં મોટી હોનારત ટળી હતી. પોલીસ લાઇનના ખુલ્લા ભાગમાં ભરાઇ રહેતાં પાણીને કારણે દીવાલ પડી ગઇ હોવાની ચર્ચાઓ ચાલતી સાંભળવા મળી હતી.