તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજાણ્યા વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા | દાહોદના રળીયાતી વિસ્તારના યુવાનો તથા વડીલો પાવાગઢ મહાકાળી માતાના દર્શને પદયાત્રા સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન લીમખેડા નજીક દાતિયા ગામે હાઇવે ઉપર દાહોદ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા કોઇ અજાણ્યા વાહનના ચાલકે રળીયાતી ગામના 28 વર્ષીય યુવાન શૈલેષભાઈ દિનેશભાઈ દેહધા ને ટક્કર મારી ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતમાં શૈલેષભાઈ દેહધા ને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે રળીયાતીના સુરેશ ગણાવાએ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...