તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં વાતારવણમાં પલટો, 3 તાલુકામાં વરસાદી છાંટા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેર સહિત જિલ્લામાં સોમવારે તાપમાનનો પારો ઘટતા ગરમીમાં થોડે અંશે રાહત થવા પામી હતી.સોમવારે વાદળછાયા વાતારણને કારણે સવારથી જ વાતાવરણ રાહતકારી બનવા પામ્યું હતું. જોકે, બપોરના સમયે તાપમાનનો પારો 41 સે.ગ્રે.ડીગ્રી નોંધાયો હતો. તો દિવસ દરમ્યાન ઓછું તાપમાન 24 સે.ગ્રે. નોંધાયું હતું. છેલ્લા કેટલાય દિવસથી સરેરાશ 43 સે.ગ્રે.ડીગ્રી જેટલું તાપમાન રહે છે ત્યારે જ્યારે ગરમી તેની ચરમસીમાએ હોય છે તેવા બપોરના સમયે પણ દાહોદનું 70% આભ વાદળછાયું રહેતા તાપમાનમાં થયેલો આ ઘટાડો દાહોદવાસીઓ માટે આશીર્વાદરૂપ નિવડ્યો હતો. ધાનપુર તાલુકામાં સવારથી વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. કેટલાંક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા અને ક્યાંય ગાજવીજ પણ થતું સાંભળવા મળ્યું હતું.તેવી જ રીતે ફતેપુરા અને લીમખેડા પંથકમાં પણ પરોઢના સમયે છાંટા પડ્યા હતાં.

ગોધરામાં બે ઋતુનો અહેસાસ, રોગચાળાની ભીતિ
ગોધરા | ગોધરા સહિત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યુ હતુ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઇ ગયા હતા. જોકે ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગોધરા સહિત જિલ્લામાં પણ સોમવારની વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યુ હતુ.જોકે હવામાન વિભાગ દ્વારા વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી ટીવીના માધ્યમથી કરી હતી. ગોધરા સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ધટાડો નોંધાયાનું ઇન્ટરનેટ દ્વારા એચ્યુઅલ વેધર રીપોર્ટ ના માધ્યમથી જાણવા મળ્યા મુજબ ગોધરાનું રવિવારે મહત્તમ તાપમાન 42 ડીગ્રી નોંધાયુ હતુ જ્યારે સોમવારે બપોર દરમ્યાન 38 ડીગ્રી હતુ જે રવિવાર કરતા 4 ડીગ્રી ઓછુ નોંધાયુ હતુ. પર઼તુ વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા બફારા સાથે ગરમી યથાવત રહી હતી. જેથી લોકો પરેશાન થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાતવારણમાં ફેરફાર આગામી બે ત્રણ દિવસ સુધી રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે.

મહીસાગર જિલ્લામાં વાદળો ઘેરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા

હાલ ખેતરોમાં પાક તૈયાર થતા લણણીનું કામ ચાલી રહ્યું છે
વીરપુર | સમગ્ર મહીસાગર જિલ્લામાં વાતાવરણ પલ્ટો સાથે સોમવારે વાદળો ઘેરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાય છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યાંક હળવા વરસાદ અને ઝાપટાં પડવાની પણ સંભાવના છે.

શિયાળામાં ખેડૂતોએ મહીસાગર જિલ્લામાં ઘઉં,મકાઈ,દિવેલા,રાઈ સહિતના અનેક પાકો હાલ ખેતરોમાં પાક તૈયાર થઈ લણણીનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સોમવારે એકાએક વાતાવરમાં પલટા સાથે વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું. અને છુટા છવાયા છાંટા પણ પડવાની સંભાવના દેખાઈ રહી હતી. તૈયાર થઈ ગયેલ શિયાળુ પાકને નુકસાન થવાનો ભય સતાવતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા હતા. અને માવઠું ન થાય તે માટે ભગવાનને પ્રાથના કરતા જણાયું હતું. આ અંગે ખેડૂત ખેરોલી ગામના ખેડૂત જયેશ લાલભાઈ પટેલ જણાવ્યું હતું કે શિયાળુ પાકો મોટા ભાગે તૈયાર થઈ હાલ લણવાનું કામ ચાલુ છે. તો કેટલાક ખેડૂતોનો પાક ઘરની બહાર કે છત ઉપર પડ્યો છે. ત્યારે વાદળ છાયા વાતાવરણ થયું છે અને છાંટા પડે તો શિયાળું પાકને ભારે નુકશાન થાય ને પાકરૂપી મોમા આવેલ કોળિયો ઝુટવાઈ જવાનો ભઈ ખેડૂતોને સતાવવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...