તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટીખરજમાં જીપમાંથી પટકાતા એક વ્યક્તિ ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે એક ક્રુઝર જીપના ચાલકે ઓચિંતા બ્રેક મારતાં ગાડીની પાછળ દરવાજા પાસે બેઠેલ વ્યક્તિ નીચે પડી જતાં માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે દાહોદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના રોડ ઉપર જીજે-20-એન-2993 નંબરની ક્રુઝર જીપના ચાલક પોતાના કબજાની જીપમાં મુસાફરો બેસાડીને જઇ રહ્યો હતો. તે દરમિયાન બળીયાદેવના મંદિર પાસે જીપના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં જીપના પાછળના દરવાજા પાસે બેઠેલા 35 વર્ષિય મોજીભાઇ સુરતાનભાઇ દેહધા ફેકાઇ જતાં રોડ પર પટકાયા હતા. જેમાં મોજીભાઇને માથામાં ગંભીર ઇજા થતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થયા હતા તથા કમરના ભાગે પણ ઇજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે મડિયાભાઇ દેહધાએ ક્રુઝરના જીપ ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...