દાહોદ શહેરમાં બુધવારની બપોરે તાપમાનનો પારો 43 ડીગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ ખાતે બપોરે 43 સે.ગ્રે.ડીગ્રી તાપમાન સાથે બુધવાર આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી હોટેસ્ટ દિવસ બની રહ્યો હતો. બુધવારે સવારથી જ દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગ ઓકતી ગરમી પડતા ખાસ કરીને બપોરના સમયે જાહેર માર્ગો ઉપર સન્નાટો પ્રવર્તી ગયો હતો.

શહેરમાં બપોરના સમયે બરફ, કુલ્ફી કે શરબત, ઠંડા પીણા ઠંડક આપતી ચીજવસ્તુઓની દુકાનો અને લારીઓ ઉપર ગીર્દી જોવા મળી રહી છે. આગઝરતી ગરમીમાં પણ એક નોંધનીય બાબત એ જોવા મળી હતી કે આવી કાળઝાળ ગરમી ટાણે આદિવાસી સમાજની લગ્ન સિઝન પૂરબહારમાં ખીલી છે. લગ્નના કપડા, ઘરેણા વગેરેની ખરીદીને લીધે બજારોમાં ચહલપહલ વધેલી જોવાય છે. હજુ તો એપ્રિલની શરૂઆતમાં જ આવી ખતરનાક ગરમી છે તો એપ્રિલના અંત અને મે માસમાં દાહોદવાસીઓની શું હાલત થશે .

સોમવારે બપોરે તાપથી બચવા ગાયે સર્કલની પાછળ છાયડાનો આશરો લીધો હતો.