તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod News On The Occasion Of Swami Vivekananda39s Birth Anniversary Programs Were Organized In The Schools Of Dahod 062518

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે દાહોદની શાળાઓમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. દા.અ.મ.સા.એજ્યુ.સોસાયટી સંચાલિત વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય યુવા દિવસ અર્થાત સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પૂર્વે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન થયું હતું. આર.પી.અગ્રવાલ પ્રાથમિક શાળા, છોટાલાલ જાદવજી નૂતન પ્રા.શાળા, સ્વનિર્ભર ગુજરાતી શાળા વગેરેમાં રાષ્ટ્રીય યુવા દિવસ અગાઉ નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. તો સાથે આર.પી.અગ્રવાલ અને સ્વનિર્ભર પૂર્વ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દાહોદના મહાત્મા ગાંધી ફળફળાદી, સ્વામિનારાયણ મંદિર, દુધીમતી નદી વગેરેની મુલાકાત લેવડાવવામાં આવી હતી. સાથે જ ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી.

દાહોદમાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી અને બાળપણ ક્રીડા રમોતોત્સવનું આયોજન
દાહોદ. તા.૧૧ જાન્યુઆરીને શનિવારના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદજીણી ૧૫૭મી જન્મ જયંતી “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવણી નિમિતે કોલેજના વિદ્યાર્થી માટે બાળપણ ક્રીડા રમતોત્સવ તેમજ શ્રી રામેશ્વર સેવા સમિતિ, દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવનની ઝાંખી અને બુક વિતરણનું આયોજન કરેલ હતું.

જાંબુઆમાં જન્મદિવસ નિમિત્તે તિથિ ભોજન તથા બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા
ગરબાડા. જાંબુઆ પ્રાથમિક શાળાના બાળકોને ઉતરાયણના પર્વ નિમિત્તે ગામના એક વડીલ દ્વારા તેમના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે બાળકોને શાળામાં તિથિભોજન કરાવ્યું હતું તેમજ પતંગ અને દોરાનું વિતરણ કર્યું. પોતાના વતનની અને જે શાળામા અભ્યાસ કર્યો તે પ્રાથમિક શાળામાં બાળકો સાથે જન્મદિવસ ઉજવી અને બાળકોને ભોજન કરાવતા ભરતભાઈ પંચાલને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

લુણાવાડામાં મહીસાગર જિલ્લા કક્ષાનું નારી સંમેલન તથા જાગૃતિ શિબિર યોજવામાં આવી
લુણાવાડા. લુણાવાડા રાજપુત સમાજઘર ખાતે ગુજરાત રાજય મહિલા આયોગ અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમ ેમહિલાઓ માટેનારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિરને સંબોધતાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ મહિલાલક્ષી નિર્ણયો લેવાનું કામ સરકાર સાથે રહીને કડીરૂપ બનાવાનું કામ મહિલા આયોગ કરી રહી છે.

ઝાલોદમાં તાલુકા સમરસતા યાત્રાનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ઝાલોદ. ઝાલોદ તાલુકા સમરસ યાત્રા સમિતિ દ્વારા આજરોજ ગુરુ ગોવિંદ સમરસતા યાત્રાનો આરંભ વહેલી સવારે કંબોઈ ધામ ખાતેથી શરૂ કરીને તાલુકાના વિવિધ ગામોમાં ફરતી ફરતી સાંજે 6-00 કલાકે ઝાલોદ નગરમાં પ્રવેશ કરતા નગરજનો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભરત ટાવર પાસે સમાપન સભા સાથે યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં જાતિ-પંથ-સંપ્રદાયના નામે વિવાદો વકરી રહ્યા છે ત્યારે સમરસતાનો સંદેશ આપતી યાત્રાને ઉમળકાભેર વધાવીને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વેજલપુર ઘોઘંબા વન વિભાગ દ્વારા પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ માટે રેલી
વેજલપુર ઘોઘંબા વન વિભાગ દ્વારાઉત્તરાયણના પર્વને અનુલક્ષીને પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ ફોરેસ્ટ વિભાગ કચેરી વેજલપુર ખાતે ના આર.એફ.ઓ બી.એમ.ડાભી રેલીને પ્રસ્થાન આપતા ઘોઘંબા શાળાના વિદ્યાર્થીઓ સાથેની રેલી નગર વિસ્તારમાં નીકળી હતી.વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો પર્યાવરણ બચાવો તેવા અનેક સૂત્રોચ્ચાર રેલી દરમિયાન કરવામાં આવ્યા હતા.

શહેરા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન રેલીનું આયોજન, સૂત્રો તથા સંદેશો આપવામાં આવ્યો
શહેરા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લના શહેરા વન વિભાગના અધિકારી અને શારદામંદિર સ્કૂલના વિધાર્થીઓ રેલીમાં જોડાયા હતા અને શહેરા નગરપાલિકા વિવિધ વિસ્તારમાં ફરી હતી. કરુણા અભિયાન સુત્રો તથા ઉતરાયણ દરમિયાન મૂંગા પક્ષીઓ ને નુકશાન ન પોહચે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો

સંતરામપુરમાં કરુણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્મો યોજવામાં આવ્યા
સંતરામપુર. દર વર્ષની જેમ પંતગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા રાજય સરકાર દ્રારા કરૂણા અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. કલેકટર આર.બી. બા૨ડ માર્ગદર્શનમાં વન વિભાગ, અને પશુપાલન શાખા અને વહીવટી તંત્રના અધિકારીઓ અને જીલ્લા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ - મહિસાગરના એન જી.ઓ. અને સ્વયંસેવકો કરૂણા અભિયાનમા કાર્યરત છે.

બાલાસિનોરમાં જેસીઆઈ દ્વારા ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું
બાલાસિનોર માં જેસીઆઈ દ્વારા ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ રાજેશભાઇ પાઠક નાગરિક પુરવઠા ચેરમેન, સ્પોન્સર જાસ્મિનબેન પટેલ સર્વોદય હોસ્પિટલ, બાલાસિનોર પ્રેસિડેન્ટ જે.સી.આઈ વિશાલ શાહ, સેક્રેટરી મીત શાહ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ૯૯૮ દોડવીરો ભાગ લીધેલો સંપૂર્ણ આયોજન jci સભ્યો દ્વારા પ્રયાસોથી આટલો કાર્યક્રમ સફળ થયો ૧૫ વર્ષથી નાની વયના બાળકોમાં પ્રથમ ક્રમાંકે પ્રકાશ કુમાર પ્રવીણભાઈ અને વિધિબેન શાહ ૪૦ વર્ષથી નીચેના વય યુવાન એવા દિલીપભાઈ બારીયા તેમજ કિંજલ ભરવાડ તથા ૭૫ વર્ષથી નીચેના મહિલા માં પ્રથમ ક્રમાંકે નેહા બેન પટેલ અને પુરુષમાં રાકેશભાઈ મહેરા વિજેતા બન્યા હતા.

રેંટીયા ગામે NSS વિભાગના વાર્ષિક શિબિરનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો
દાહોદ. ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા રેંટીયા ગામે વાર્ષિક શિબિર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સમાપન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સખી નવસ્ટોપ સેન્ટરમાંથી સંધ્યાબેન ડીંડોર, એમ.એસ.ડબલ્યુ કોલેજ નગરાળાના પ્રિન્સીપાલ, રેંટિયાના આચાર્ય, આશ્રમ શાળાના ગૃહપતિ તથા શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા.

લુણાવાડામાં 48 લાખના ખર્ચે સખી વન સ્ટોપ સેન્ટરના મકાન માટે ખાતમુહૂર્ત કરાયું
મહિલા પરના અત્યાચારો નિવારવા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એકજ સ્થળે મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારામહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગાંધીનગર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર યોજના દરેક જિલ્લામાં શરૂ કરી છે તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ સખી વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે ઓગષ્ટ-૨૦૧૯થી કાર્યરત છે

સંતરામપુર APMC ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખાતે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
સંતરામપુર . સંતરામપુર APMC ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ કાર્યક્રમનું સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ ધ્વારા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ચાર સિધ્ધાંતો જીવામૃત, બીજામૃત, વાપ્સા અને આચ્છાદન, આદર્શ પશુપાલન, શિયાળું પાકોમાં વધુ ઉત્પાદન લેવા ધ્યાનમાં રાખવાના પગલાં, કૃષિ સહાય પેકેજમાં વધુમાં વધુ ખેડુતો ઓનલાઇન અરજી કરી લાભ મેળવે જેવા વિષયો આવરી લઇ તેમજ અન્ય માહિતી પણ પુરી પાડી હતી. ખેડૂતોને કુષિ વિષયક જાણકારી આપી સરકારની કૃષિ લક્ષી વિવિધ યોજનાઓના લાભો લેવા જણાવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર જયવંતસિંહ એચ. સોલંકી ધ્વારા આત્માની વિવિધ પ્રવૃતિઓ તેમજ આત્મા પ્રોજેક્ટમાં જોડાવા માટે એફ.આઇ.જી ગૃપની સમજ આપવામાં આવી હતી.

પંચમહાલમાં 13મી જાન્યુઆરીથી 31મા રોડ સેફ્ટી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે
ગોધરા. પંચમહાલના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના જણાવ્યા મુજબ અનુસાર 13મી જાન્યુઆરીથી જિલ્લામાં 31મા રોડ સેફ્ટી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે. તે અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલિસ દ્વારા માર્ગ સલામતી અંગે જાગરૂકતા અભિયાન, વર્કશોપ્સ અને નિયમોનો ભંગ કરનાર ચાલકોને ઝડપવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, 13મી જાન્યુઆરીએ 5.00 કલાકે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં માર્ગ સલામતી સમિતીની બેઠક પણ યોજાશે.

ખાનપુરમાં ખાનપુર રેન્જ ના RFO એ બી પટેલ દ્વારા કરુણા અભિયાન રેલી યોજવામાં આવી
ખાનપુરમાં ખાનપુર રેન્જ ના RFO એ બી પટેલ દ્ધારા કરુણા અભિયાન રેલી યોજવામાં આવી હતી જેમાં જંગલ ખાતાના તમામ કર્મચારી, શેઠ એમ એલ વિધામંદિરના શિક્ષક ગણ ને શાળાના તમામ બાળકો ને ખાનપુર ગામના ગ્રામજનો જોડાયા હતા અને પક્ષીઓ પ્રત્યેની સહાનભૂતિ વધારવા ચાયનીશ દોરીનો બહિષ્કાર કરીશુ સવારે દિવસ ઉગતા ને સાંજે દિવસ આથમતા ટાઈમે પતંગ નહી ચગાવવા જણાવાયુ હતુ.

દાહોદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો સ્નેહમિલન સમાંરભ યોજવામાં આવ્યો
દાહોદ. દાહોદ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં તા.9.1.’20 ના રોજ નવા વર્ષના વધામણા લેવા એક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ અને દાહોદ કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના કલ્યાણભાઈ રામચંદાની, ડો બી.કે.પટેલ, ડો.ઇકબાલ લેનવાલા, ગોપાલભાઈ શર્મા, કમલેશ લીંબાચીયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં શુભેચ્છકોની ઉપસ્થિતિમાં કલેકટર સહિતના અગ્રણીઓના પ્રેરક ઉદ્દબોધન બાદ સંસ્થાની સાથે સહુની નવા વર્ષમાં પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છાઓની આપલે થઇ હતી. મહત્તમ રક્તદાન કાજે આગળ આવવા જણાવ્યું હતું.

MSW કોલેજ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધા યોજાઇ
દાહોદ. એમ.એસ.ડબલ્યુ કોલેજ નગરાળા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા તા.11 જાન્યુઆરીના રોજ કોલેજમાં વકૃત્વ સ્પર્ધા , નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા અને વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના વિવિધ હોદ્દેદારો વિદ્યાર્થીઓને યુવા કાનૂની કાયદા વિષે સમજૂતી આપી તેમજ જિલ્લા બાલ સુરક્ષા એકમના અધિકારી દ્વારા પણ વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

બાવકામાં નશાબંધી ચિત્ર સ્પર્ધા અને સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવી
ગરબાડા. નશાબંધી અને આબકારી દાહોદ અને ડો આંબેડકર સાર્વજનિક યુવક મંડળ જેસાવાડાના સંયુક્ત ઉપક્રમે નશાબંધી ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. મંડળના પ્રમુખે વિદ્યાર્થીઓને વ્યસનથી થતા ગેરફાયદાની સમજ આપી હતી અને જીવનમાં કદી વ્યસન ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ આદિવાસી વિસ્તારમાં થતા કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા, વ્યસનો અંગે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો