તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લામાં ખર્ચ રજૂ નહીં કરનારા ઉમેદવારોને નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચુંટણી પંચ દ્વારા ઉમેદવાર, રાજકીય પક્ષો દ્વારા કરાતા ખર્ચના હિસાબો રોજે રોજ રાખવા નિર્દેશ કરવામાં આવેલો છે. તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા વિવિધ ખર્ચની ટીમોની રચના કરવામાં આવેલી છે. સાથે આ ખર્ચની દેખરેખ માટે ઓબઝર્વરોની નિમણૂક કરાઇ છે. જેથી ૧૯-દાહોદ ( અ.જ.જા.) લોકસભા બેઠક માં સમાવિષ્ટ ૧૩૧- લીમખેડા , ૧૨૩- સંતરામપુર, ૧૨૯ ફતેપુરા વિધાનસભા બેઠકના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે વૈભવકુમાર અલદર (IRS) નિમાયા છે. જ્યારે ૧૩૦-ઝાલોદ, ૧૩૨ દાહોદ, ૧૩૩- ગરબાડા અને ૧૩૪- દેવગઢબારીયા વિધાનસભા બેઠકના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કે.કે.મિશ્રા(IRS) નિમાયા છે.

નિમાયેલ ઓબઝર્વરોના અધ્યક્ષસ્થાને પ્રથમ હિસાબોની ચકાસણીની કામગીરી સંબંધિત ઉમેદવારો અને જિલ્લા તિજોરી અધિકારી આર.એન.પ્રજાપતિ, વિધાન સભા પ્રમાણે નિમાયેલ મદદનીશ ખર્ચ નિરિક્ષકોની હાજરીમાં જિ. તિજોરી અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન ખાતે કરાઇ હતી. આ બેઠકમાં ખર્ચ ઓબઝર્વરશ્રીઓએ જણાવ્યુ હતુ કે ચુંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા રોજે રોજ થતા ખર્ચનું સંલગ્ન ઉમેદવારો અને એકાઉન્ટીંગ ટીમના અધિકારી- કર્મચારીઓએ રજીસ્ટરોમાં નોંધ કરવાની હોય છે. મદદનીશ ખર્ચ નિરિક્ષકોએ ઉમેદવારો દ્વારા કરાતા તમામ ખર્ચની નોંધ રાખવી. તેની જાણ જિ. ખર્ચ નિરિક્ષકને રોજે રોજ ફરજીયાત આપવી. નિયત કરેલ તારીખે હિસાબની ચકાસણી કરાવી લેવી.

અન્ય સમાચારો પણ છે...