દાહોદમાં વૃક્ષારોપણની ઉજવણીની પૂર્વ તૈયારીની શરૂઆતના ભાગરૂપે બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લામાં આગામી વૃક્ષારોપણ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સેવા સદન ખાતે કલેકટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સ્વયંસેવી સંસ્થાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટર વિજય ખરાડીએ ચોમાસા પૂર્વ વૃક્ષારોપણના કાર્યક્રમમાં તમામ વિભાગોએ પોતાની તરફથી સક્રીય ભાગીદારી દાખવી ઊંચા લક્ષ સાથે બહોળા પ્રમાણમાં વુક્ષારોપણ કરવા જણાવ્યુ હતુ. દેવગઢ બારીયાના નાયબવન સંરક્ષક જનકસિંહ ઝાલાએ વિભાગ દ્વારા વિવિધ નર્સરીઓમાં ૫૨.૫૦ લાખ જેટલા રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેનું વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવશે તથા ૨૫ લાખ જેટલા રોપાઓ ખેડુતોને તથા વિવિધ સંસ્થાઓને વિતરણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ હતુ. સદગુરૂ ફાઉન્ડેશન, પ્રકૃત્તિ મિત્ર મંડળ જેવી સ્વંયસેવી સંસ્થાઓએ પોતાના અનુભવો જણાવી કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી સુચનો કર્યા હતા તથા આ ઝુંબેશમાં જોડાઇને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનો સંકલ્પ વ્યકત કર્યો હતો. બેઠકમાં કલેકટર વિજય ખરાડીએ વિવિધ વિભાગોના અધિકારીઓને વૃક્ષારોપણ કાર્યક્રમને એક ઝુંબેશની જેમ ઉપાડી લેવા જણાવ્યુ હતુ. તથા એક

...અનુ. પાન નં. 2

અન્ય સમાચારો પણ છે...